Home » Kutchh » Bhuj » Bhuj - લખપત અને ભુજના 3 ઘાસડેપો પર તંત્રની આેચિંતી તપાસ

લખપત અને ભુજના 3 ઘાસડેપો પર તંત્રની આેચિંતી તપાસ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:10 AM

  • Bhuj - લખપત અને ભુજના 3 ઘાસડેપો પર તંત્રની આેચિંતી તપાસ
    કચ્છમાં વરસાદના અભાવે ઘાસની તંગી નિવારવા રાજય સરકાર દ્વારા જિલ્લાની રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ અને માલધારીઓને રાહતદરે ઘાસનું વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારે શનિ અને રવિવારે તંત્રે લખપત અને ભુજ તાલુકાના 3 ડેપો પર આકસ્મીક તપાસણી કરી હતી. જોકે ઘાસડેપોની પ્રાથમીક તપાસમાં કશું વાંધાજનક મળ્યું નહોતું.

    જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રાંત અધિકારી સહિત સુપરવિઝન સ્કવોડને જવાબદારીની સોંપણી કરી ઘાસડેપોમાં ઘાસના જથ્થા, કાર્ડહોલ્ડરની ફરિયાદ ગેરરીતિ સહિત બેદરકારીની તપાસ હાથ ધરી અહેવાલ માગ્યા છે. ત્યારે આ આકસ્મીક તપાસનો દોર તેનો જ એક હીસ્સો હોવાનું મનાઇ રહ્યું છે.

    કચ્છમાં મહેસુલી ઘાસડેપો અને વનખાતાના ઘાસના ગોડાઉન પરથી ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસુલી ઘાસડેપોની

    ...અનુસંધાન પાના નં.13

    આવશ્યક તપાસણી કરવી જરૂરી હોતાં મામલતદાર, ટીડીઓ, ખેતીવાડી અધિકારી, વન વિભાગના આર.એફ.ઓ.,પશુપાલન અધિકારીઓ વિગેરેની સંયુકત ટીમ બનાવી ઘાસડેપોની આકસ્મિક તપાસણી કરવાના હૂકમો કર્યાં છે.

    શનિવારે ટીમ લીડર અેવા પ્રાંત અબડાસા અને નખત્રાણાના નાયબ કલેકટર ડી.એ.ઝાલાએ લખપત મામલતદાર વી.ઓ.પટેલ સહિતની ટીમે દયાપર ખાતેના ઘાસડેપોની તપાસણી હાથ ધરી હતી તો બીજી બાજુ ભુજ તાલુકાના ધોરાવર અને કૂરન ડેપોની મહેસુલી ટીમે મૂલાકાત લીધી હતી.

    નાયબ કલેકટર ડી.એ.ઝાલાએ આ અંગેની વિગતો કહ્યું કે આપતાં દયાપર,દોલતપર, બિટીયારી અને વિરાણીને આવરી લેતા ૯૪૫ કાર્ડધારક ધરાવતાં દયાપરનાં ઘાસડેપોની આકસ્મિક તપાસમાં ૧૮૬ ગાંસડી સાથે ૧૪,૯૯૫ કીલો ઘાસનો જથ્થો ડેપોમાં ઉપલબ્ધ હોવા સાથે દયાપર ડેપો પરથી અત્યાર સુધી કુલ ૧,૦૬,૮૬૫ કીલો ઘાસનું વિતરણ કરી રૂ. ૨.૧૩ લાખ સરકારમાં જમા કરાવેલ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ