• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - 4 સ્થળે કેબલ કપાતાં કચ્છમાં મોબાઇલ-ઈન્ટરનેટ સેવા ખોરવાઇ

4 સ્થળે કેબલ કપાતાં કચ્છમાં મોબાઇલ-ઈન્ટરનેટ સેવા ખોરવાઇ

બપોરે 3 કલાક સેવા પ્રભાવીત રહેતાં ઉપભોકતાઓ અકળાયા

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:10 AM
Bhuj - 4 સ્થળે કેબલ કપાતાં કચ્છમાં મોબાઇલ-ઈન્ટરનેટ સેવા ખોરવાઇ
સોમવાર રાતથી મંગળવારની બપોર સુધીમાં અલગ અલગ સ્થળે 4 કેબલ કપાવાના લીધે કચ્છમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ્પ રહેતાં સરહદી જિલ્લો ત્રણેક કલાક સુધી સંપર્કવિહોણો બની ગયો હતો. લાંબા સમય પછી કેબલ ફોલ્ટના લીધે સંચાર સેવા પ્રભાવીત થતાં બીએસએનએલની ટેકનીકલ ટીમ પણ દોડધામમાં પડી ગઇ હતી.

ભારત સંચાર નિગમ લિમીટેડના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ આપેલી માહિતી અનુસાર સોમવારની રાત્રે ગાંધીધામથી ભચાઉ વચ્ચે કપાયેલા કેબલને સાંધવાનું કામ પુરું થયું ત્યારે મંગળવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ભુજ-અંજાર, ભુજ-મુન્દ્રા તેમજ દુધઇ નજીક અલગ અલગ સમયે ટુંકા ગાળામાં એક પછી એક કેબલ કપાવાની ઘટના ઘટી હતી.

કેબલ કપાવાના કારણે માત્ર લોકલ ફોન સેવા ચાલુ રહી હતી. પણ બપોરે 2થી 5 વાગ્યાના સમય દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઇ જતાં ઉપભોકતાઓને અકળાઇ ઉઠવાનો વારો આવ્યો હતો. પણ વૈકલ્પીક લાઇન કરવાના કારણે આખીય સેવા ખોરવાઇ જવાની ઘટના લાંબા સમય પછી ઘટી હોવાની વાત જાણકાર સુત્રોએ કરી હતી.

X
Bhuj - 4 સ્થળે કેબલ કપાતાં કચ્છમાં મોબાઇલ-ઈન્ટરનેટ સેવા ખોરવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App