તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બરેલી ટ્રેન રદ્દ કરીને ભુજથી હરિદ્વાર સુપર ફાસ્ટ દોડાવો

બરેલી ટ્રેન રદ્દ કરીને ભુજથી હરિદ્વાર સુપર ફાસ્ટ દોડાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બનેલી ભુજ-બરેલી ટ્રેનને કાયમી ધોરણે રદ્દ કરીને તેના સ્થાને ભુજથી હરિદ્વાર વાયા પાલનપુર અને દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડાવાય તેવી માગ ભુજના વરિષ્ઠે વડાપ્રધાન સમક્ષ કરી છે.

કચ્છમાં સરહદી વિસ્તાર વિકાસ યોજના હેઠળ રેલવેની સુવિધા વધારવા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ કક્ષાએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી તેવો આક્ષેપ કરતાં ભુજના કે. વી. ભાવસારે ફરી એકવાર કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રેલવે બજેટના લોકસભા સત્ર દરમિયાન તા. 25/02/16ના રેલમંત્રીએ દેશના પવિત્ર યાત્રાધામો માટે આસ્થા સર્કિટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. આ અનુસંધાને ભુજથી હરિદ્વાર અને ભુજથી જમ્મુ તાવી વાયા દિલ્હી વૈશ્નવદેવીના દર્શન માટે અાસ્થા ટ્રેન દોડાવવા માગ કરાઇ હતી જે સંતોષાઇ નથી.

દરમિયાન છેલ્લા એક વર્ષથી નિયમિત રીતે અનિયમિત દોડતી ભુજ-બરેલી એક્સપ્રેસને કાયમી ધોરણે રદ્દ કરીને ભુજથી હરિદ્વાર વાયા પાલનપુર, દિલ્હીના રૂટ પર સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાય તો દિલ્હી પાંચથી છ કલાક વહેલા પહોંચી શકાય તેમ છે. કચ્છને હજુ પણ આસ્થા ટ્રેન ન ફાળવાઇ હોવાથી જીવન સંધ્યાને આરે પહોંચેલા વડીલો પવિત્ર યાત્રાધામના દર્શનથી વંચિત રહી જાય છે. તાકીદે આ ટ્રેન શરૂ કરાય અને અન્ય પ્રશ્નો નિવારાય તેવી માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...