• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - મહાવીર સ્વામીનો ઉપદેશ જ વિશ્વ શાંતિનું એકમાત્ર સાધન

મહાવીર સ્વામીનો ઉપદેશ જ વિશ્વ શાંતિનું એકમાત્ર સાધન

ભુજમાં ત્રિશલા માતાના સ્વપ્નનો પ્રસંગ ધર્મોલ્લાસથી ઉજવાયો

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:10 AM
Bhuj - મહાવીર સ્વામીનો ઉપદેશ જ વિશ્વ શાંતિનું એકમાત્ર સાધન
ભુજ|ભગવાન મહાવીર સ્વામીએ આપેલો અહિંસાનો સંદેશ જ વિશ્વ શાંતિ માટેનું અેકમાત્ર સાધન છે તેમ ભુજના નવનીતનગરમાં ઉજવાયેલા ત્રિશલા માતાના સ્વપ્ન પ્રસંગે જણાવાયું હતું. મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં યોજાયેલા આ ધાર્મિક અવસરે વિવિધ ચડાવામાં ભાવિકોએ ભાગ લેતાં 4 લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી જે પરંપરા મુજબ જિન મંદિરોના નિર્માણ કે સમારકામમાં ખર્ચાશે. આવી આવક નાનામા નાના સંઘને પણ ઉપયોગી થવાની લક્ષ્ય પ્રાપ્તિ કરાવે છે તેમ સંસ્થા અધ્યક્ષ તારાચંદ છેડાએ કહ્યું હતું.

કંચનસાગર મ.સા.અે ભગવાન મહાવીર જ્યારે તેમના માતા ત્રિશલાના કુક્ષમાં હતા ત્યારે માતાને આવેલા ચૌદ સ્વપ્નની વિગતવાર જાણકારી તેમના વ્યાખ્યાનમાં આપી હતી.

X
Bhuj - મહાવીર સ્વામીનો ઉપદેશ જ વિશ્વ શાંતિનું એકમાત્ર સાધન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App