ચોમાસાની સતાવાર વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાદરવા માસના આરંભ સાથે તાપની તિવ્રતામાં પણ વધારો થવા લાગ્યો છે. રવિવારે ભુજમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ખાસ કરીને બપોરના સમયે અકળાવી દે તેવી ગરમીની અનુભુતી કરી હતી.
રાજયમાં સૌથી વધુ 35.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયા બાદ 35 ડિગ્રી સાથે બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ન્યુ કંડલામાં 34.7, કંડલા એરપોર્ટમાં 33.2 અને નલિયામાં 33.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. સામાન્ય રીતે ભાદરવા માસમાં તાપની તિવ્રતા સામાન્યથી વધુ જ રહેતી હોય છે. ત્યારે આ વખતે વરસાદ વિહોણા પસાર થયેલા ચોમાસા વચ્ચે તાપની અકળામણ પાછોતરા વરસાદમાં પરિવર્તીત થાય તેવી મનોમન પ્રાર્થના કરાઇ રહી છે.
દરમિયાન ભારે ઉકળાટ અને ગરમી બાદ સાંજના સમયે ભુજના વાતાવરણમાં પલ્ટો ય જોવા મળ્યો હતો. આભમાં વાદળો છવાવવા સાથે ઝીણા છાંટા પણ પડયા હતા. ઉલ્લેખનિય છે કે ભાદરવાના આરંભે ભુજ સહિતના કેટલાક વિસ્તારમાં ભુસાકા પણ પડયા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો