Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - ઘાસચારાના અભાવે માલધારીઓની હાલત કફોડી: પશુઓ વેંચવા મજબુર

ઘાસચારાના અભાવે માલધારીઓની હાલત કફોડી: પશુઓ વેંચવા મજબુર

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:10 AM

1 કાર્ડ પર માત્ર 5 પશુઓનેજ ચારો અપાય તો અન્યોનું શું માલધારીઓની વેદના છતાં તંત્ર તો આંકડાકિય માયાજાળમાં જ...

  • Bhuj - ઘાસચારાના અભાવે માલધારીઓની હાલત કફોડી: પશુઓ વેંચવા મજબુર
    વરસાદ ખેંચાતા કચ્છમાં અછતના ઓળા ઉતરી આવ્યા છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે. તંત્રના દાવા છતાં ઘાસચારનો પુરતો જથ્થો જ ઉપલબ્ધ ન થઇ રહ્યો હોવાના લીધે માલધારીઓને આવી વીકટ સ્થીતીમાં પોતાના પશુઓને વેંચવા પડી રહ્યાની દારૂણતાય સામે આવી રહી છે.

    સરકારના પરિપત્ર અનુસાર 1 ઘાસકાર્ડ પર 5 પશુનેજ રાહતભાવે સુકો ચારો અપાય છે. આ ચારો પણ એક પશુદીઠ 4 કિલ્લોોની મર્યાદામાં અપાય છે. પણ જે માલધારી પાસે 5 કરતા વધુ પશુઓ છે પોતાના અન્ય દુધાળમા પશુઓને ખવડાવે શું કે કેમ કે પૈસા ખર્ચવા છતાં તેમને લીલો ચારો કે સુકો ચારો મળતા જ નથી.

    વરસાદના અભાવે સ્થિતી એટલી હદે કથળી રહી છે કે અત્યાર સુધી જે ગાય કે ભેંસના 30થી 40 હજાર ભાવ આવે તો પણ ન વેંચતા માલધારીઅો વખાના માર્યા જે ભાવ મળ્યા તેટલામાં પશુઓને વેંચવા માટે મજબુર બન્યા છે. જોકે વહિવટીતંત્રને હજુ સ્થિતીની ગંભીરતા ન સમજાઇ હોય તેમ અત્યારે તો મોટા મોટા દાવા કરી આંકડાકિય માયાજાળ ગુ઼થવામાં વ્યસ્ત દેખાઇ રહ્યું છે.



ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending