તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ટુ વ્હીલરના 5 હજાર જેટલા ફોર્મ નંબર માટે કચેરીએ ધુળ ખાય છે

ટુ-વ્હીલરના 5 હજાર જેટલા ફોર્મ નંબર માટે કચેરીએ ધુળ ખાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડોના ટેક્સ ચોરીના કૌંભાડમાં ચર્ચાસ્પદ રહેલી ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કામનું ભારણ વધારે છે જેની સામે સ્ટાફનો અભાવ છે. દરેક સિનિયર-જુનીયર કલાર્ક અને હેડકલાર્ક પાસે બેથી વધુ કામગીરીનો ચાર્જ અપાયો છે છતાં પણ અમુક કામો ટલ્લે ચડી ગયા છે. છેલ્લા થોડા દિવસથી નવા ટુ-વ્હીલરના 5 હજાર જેટલા ફોર્મ નંબરની પ્રોસેસ માટે કચેરીએ ધુળ ખાઇ રહ્યા છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં છેલ્લા થોડાક સમયથી સ્ટાફનો અભાવ છે. કામગીરી વધતી જાય છે પણ તેની સામે સ્ટાફ ફાળવાતું નથી. આરટીઓ દ્વારા અનેકવખત રજુઆત કરી પણ તેમાં કંઇ ફળ્યું ન હતું એમ કહી શકાય. દરેક કલાર્ક, હેડકલાર્ક અને ઇન્સપેકટરો પાસે બેથી વધુ કામગીરીનો ચાર્જ છે છતાં અમુક કામગીરી ટલ્લે ચડી જાય છે. પાંચ હજારથી વધુ ટુ-વ્હીલરના ફોર્મ નંબર માટે કચેરીએ ધુળ ખાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસોથી આરટીઓ કચેરીએ ટેક્સ કૌંભાડ, બોગસ લાઇસન્સ સહિત કોઇને કોઇ મુદ્દે ચર્ચામાં રહી છે.

વહીવટમાં પારદર્શીતા લાવવાના બણગા શુક્રવાર સુધી જ !
વહીવટી પ્રક્રિયામાં પારદર્શીતા આવે તે માટે ભુજની કચેરીએ સિક્યુરીટી ગાર્ડ અને ઇન્સપેકટરોનો કાફલો મુકાયો હોવાનું બણગો આરટીઓ ડી. એચ. યાદવ દ્વારા ફુકાયો હતો. ત્યારે વહીવટી પારદર્શીતા માત્ર ત્રણ દિવસ પુરતી લાવવાનો વિચાર હોય તેવું દૃશ્ય ખડુ થયું છે. સામખિયાળી અને ગાંધીધામથી બોલાવાયેલો કાફલો શુક્રવાર સુધી જ કચેરીએ રહ્યું હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો શુક્રવાર સુધી જ તેઓ ભુજ રહેશે બાદમાં પાછા સામખિયાળી ચેકપોસ્ટે પોતાની ફરજ બજાવશે.

RTOમાં સ્ટાફનો અભાવ હોવાથી પાસીંગ પ્રક્રિયા ટલ્લે ચડી
અન્ય સમાચારો પણ છે...