Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરવા ભુજના વકીલો આજે કલેકટરને આવેદન આપશે

સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરવા ભુજના વકીલો આજે કલેકટરને આવેદન આપશે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:10 AM

કાર્યક્રમ|સોમવારે સવારે 11 વાગ્યે કોર્ટ પરિસરમાં અેકઠા થશે બાર એસો.ની અસાધારણ સામાન્ય સભામાં નિર્ણય...

  • Bhuj - સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરવા ભુજના વકીલો આજે કલેકટરને આવેદન આપશે
    દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આપેલા એક ચુકાદાનો વિરોધ કરવા માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અન્વયે ભુજના વકીલો પણ અા ચુકાદાનો વિરોધ કરવા માટે કલેકટરને આવેદન પાઠવશે. ભુજ બાર એસો.ના પ્રમુખ હેમસિંહ ચૌધરીની એક યાદીમાં જણાવાયા અનુસાર ભુજ બાર એસોસીએશનની મળેલી એક અસાધારણ સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ચુકાદાનો વિરોધ કરવા સાથે ધારાશાસ્ત્રીઓમાં જાગૃતિ આણવા માટે સોમવારે સવારે 11 કલાકે તમામ વકીલ મિત્રો કોર્ટ પરીસરમાં એકઠા થઇ કલેકટર કચેરીએ સમુહમાં પોતાનો વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર પાઠવવા જશે.

    ભુજ બાર એસોસિએશને ગુજરાત બાર કાઉન્સીલના પત્રને પણ આ બેઠકમાં અનુમોદન આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending