Home » Kutchh » Bhuj » Bhuj - ભુજમાંથી ઝડપાયેલો જથ્થો ગૌમાંસ જ હોવાનું ખુલ્યું

ભુજમાંથી ઝડપાયેલો જથ્થો ગૌમાંસ જ હોવાનું ખુલ્યું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:10 AM

FSLના રિપોર્ટ બાદ આરોપીઓનું પગેરું દબાવાયું

  • Bhuj - ભુજમાંથી ઝડપાયેલો જથ્થો ગૌમાંસ જ હોવાનું ખુલ્યું
    ભુજના ભુતેશ્વર વિસ્તારમાંથી 2 દિવસ પૂર્વે ઝડપાયેલા શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ જ હોવાનું ખુલ્યું છે. સ્થાનિક ગૌભકતોએ 50 કિલો જેટલો માંસનો જથ્થો કબ્જે કરી પોલીસને સુપ્રત કર્યો હતો. જોકે ગૌભકતોને જોઇ સ્કુટર પર આવેલા શખસો સ્કુટર અને માંસ ભરેલો કોથળો મુકી ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે વેટરનરી ડોકટરને બોલાવી માંસના ટુકડાને પરિક્ષણ માટે ફોરેન્સીક સાયન્સ લેબમાં મોકલ્યો હતો. જયાંથી લેબ પરિક્ષણ રિપોર્ટ આવતાં 50 કિલોનો આ જથ્થો ગૌમાંસનો જ હોવાનું સામે આવ્યું હતું. સત્તાવાર લેબ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે સ્કુટરના નંબરના આધારે પગેરું દબાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ