તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કટારિયાના વિદ્યાલયમાં ડિજીટલ શિક્ષણ માટે 1.61 લાખનું દાન

કટારિયાના વિદ્યાલયમાં ડિજીટલ શિક્ષણ માટે 1.61 લાખનું દાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના વાગડ ચોવીસી જૈન યુવા ગ્રુપે વાગડ વિસ્તારની માતૃસંસ્થા કટારિયાના જૈન બોર્ડિંગ અને વિદ્યાલયમાં ડિજીટલ શિક્ષણ માટે 1.61 લાખનું દાન આપીને સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સહયોગી બન્યા હતા.

ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને ડિજીટલ શિક્ષણ મળે તે હેતુથી ત્રણ વર્ષની મુદ્દત માટે ઇ-સાયન્સ એજ્યૂકેશન સોફ્ટવેરની 1.61 લાખના ખર્ચે ભેટ અપાઇ હતી. ચોવીસીના પ્રમુખ કૈલાશ ત્રેવાડિયા, ઉપપ્રમુખ આશિષ ગાંધી, ચિંતન મહેતા, રીતેશભાઇ, રાજનભાઇ, શીતલભાઇ સંઘવી, આશિષ વારૈયા, વિમલભાઇનું વિદ્યાલયના પ્રમુખ સુરેશ વારૈયા, છોટાલાલ સંઘવી, મુકેશ વોરા દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...