• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - હમીરસરની અંદર કોલમ ઉભા ન થયા, માટી પણ ન ઉપડી

હમીરસરની અંદર કોલમ ઉભા ન થયા, માટી પણ ન ઉપડી

કોન્ટ્રાકટરે તો મજુરોને છુટ્ટા પણ કરી દીધા જાહેરહિતની અરજી બાદ નગરપાલિકાએ આગળની કાર્યવાહી હાથ ન ધરી ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:10 AM
Bhuj - હમીરસરની અંદર કોલમ ઉભા ન થયા, માટી પણ ન ઉપડી
ભુજના હૃદય સમાન હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હેઠળ તળાવની અંદર ઝરુખા કાઢવાનું કામ ચાલતું હતું, જેથી વોટર બોડી ઉપર બાંધકામ અટકાવવા જાહેરહિતની અરજી થઈ હતી. જેના પગલે કોલમ ઉભા કરવાની કામગીરી અટકી ગઈ હતી, પરંતુ કોલમ ઉભા કરવા ખોદકામ દરમિયાન નીકળેલી માટી ઉપાડી લેવાની પણ તસદી લેવાઈ નથી.

જાહેરહિતની અરજી થયા બાદ નગરપાલિકાએ કોન્ટ્રાકટરને આગળનું બાંધકામ અટકાવવા લેખિત નોટિસ આપી હતી, જેથી કોન્ટ્રાકટરે યથાવત સ્થિતિ રાખી દીધી હતી. જોકે, એ બાદ નગરપાલિકાના પદાધિકારી અને મુખ્ય અધિકારીએ ખોદકામ દરમિયાન નીકળેલી માટી ઉપાડવાની કાર્યવાહી હાથ ધરી નથી, જેથી તળાવની અંદર માટીના ડુંગર ખડકાયેલા પડ્યા છે. કોલમ ઉભા કરવા નખાયેલા સળીયા પણ ભયજનક સ્થિતિમાં પડ્યા છે. જેને હટાવવાની પણ કાર્યવાહી થઈ નથી. બીજી બાજું કોન્ટ્રાકટરે પણ બે ત્રણ માસ સુધી આગળના આદેશની રાહ જોયા બાદ કંટાળીને મજુરોને છૂટા કરી દીધા છે.

X
Bhuj - હમીરસરની અંદર કોલમ ઉભા ન થયા, માટી પણ ન ઉપડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App