તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ટુ વ્હીલર માટે પસંદગીના નંબર મેળવવા ઈ ઓકશન

ટુ વ્હીલર માટે પસંદગીના નંબર મેળવવા ઈ-ઓકશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ અને ગાંધીધામની આરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે પસંદગીના નંબર મેળવવા ઓન લાઇન ઇ-ઓકશન કરાશે. આ ઉપરાંત જૂની સિરિઝમાં બાકી રહી ગયેલા સિલ્વર અને ગોલ્ડન નંબર મેળવવા પણ આ પ્રક્રિયા હાથ ધરાશે.

નવી સીરીઝ GJ-12-DP 0001 થી 9999 શરૂ કરાશે. આ ઉપરાંત GJ-12-DJ, DK, DL, DN સીરીઝોમાં બાકી રહેલા સીલ્વર અને ગોલ્ડન નંબરોમાં ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન ઓકશનમાં ભાગ લેનારા અરજદારને વેબસાઇટ પર ઓફર પ્રાઇસ વખતો વખત હરાજીની રકમમાં ઉમેરો કરવાનો રહેશે. તા.6થી 13/10 સુધી ઓન લાઇન અરજી કરી શકાશે અને બિડિંગ કરવાનો સમયગાળો તા.14થી 17/10ના બપોરના 2 વાગ્યા સુધી રહેશે. બપોરે 2 વાગ્યા બાદ પરિણામ જાહેર થશે. અરજદારે parivahan.gov.inપર નોંધણી કરી, યુઝર આઇ.ડી., પાસવર્ડ મેળવવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલઇન સી.એન.એ. ફોર્મ ભરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...