તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂરવઠા કૌભાંડની તપાસ કરવા વિરોધપક્ષના નેતાની રજૂઆત

પૂરવઠા કૌભાંડની તપાસ કરવા વિરોધપક્ષના નેતાની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના કોંગી અગ્રણી આદમ ચાકી દ્વારા પૂરવઠા ગોડાઉનમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર અને હજારો બોગસ બીપીએલ કાર્ડ સંદર્ભે આધાર-પૂરાવા સહિત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી.

આ રજૂઆતના સંદર્ભે પૂરવઠા વિભાગના અગ્રસચિવે આ મામલામાં તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી જેની વિગતો વિપક્ષીનેતાએ કોંગી અગ્રણી આદમ ચાકીને મોકલી આપી છે. જો કે, આ સમગ્ર કૌભાંડની કોઇ તપાસ કે કડક કાર્યવાહી આ ભ્રષ્ટ અધિકારીઓ અને દુકાનદારો સામે ન થતાં આખરે આદમ ચાકી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાના નિર્ણય લઇને આ કૌભાંડીઓને ખુલ્લા પાડશે તેવો પડકાર પણ ફેંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...