• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - પાલિકાને ભૂગર્ભ ગટર નિભાવણી માટે માથાદીઠ મળશે 290 રૂપિયા

પાલિકાને ભૂગર્ભ ગટર નિભાવણી માટે માથાદીઠ મળશે 290 રૂપિયા

કામ પૂર્ણ કર્યા બાદ 5 વર્ષ સુધી સહાય ચૂકવાશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજુરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:10 AM
Bhuj - પાલિકાને ભૂગર્ભ ગટર નિભાવણી માટે માથાદીઠ મળશે 290 રૂપિયા
નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજનાઓના સુવ્યવસ્થિત સંચાલન અને નિભાવણી માટેની નાણાકીય સહાય રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળવાની છે, જેમાં એસટીપી સાથે પૂર્ણ થયેલી ભૂગર્ભ ગટર યોજના માટે નાગરિક દીઠ 290 રૂપિયા અને સીવર કલેકટિંગ સિસ્ટમ ઉપરાંત આનુસાંગિક કામો પૂર્ણ થયા હોય તો માથાદીઠ 153 રૂપિયા સહાય મળશે.

મ્યુનિસિપાલિટી એડમિન. કચેરીના કમિશનરે 13મી ઓગસ્ટના રાજ્યની 152 જેટલી નગરપાલિકાઓને પત્ર લખી જણાવ્યું હતું કે, નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સ્યુઅર કલેકટિંગ સિસ્ટમ અને આનુસાંગિક કામો મહદઅંશે પૂર્ણ થઈ ગયા છે.

એજન્સીને 2 વર્ષ સુધી મરંમત અને નિભાવણી કરવાની હતી. જે સમયગાળો પણ પૂરો થઈ ગયો છે, જેથી અમલવારી કરવા માટે તબક્કાવાર નગરપાલિકાઓને સુપરત પણ કરવામાં આવી છે. નગરપાલિકાઓ દ્વારા સુવ્યવસ્થિત સંચાલન અને નિભાવણી માટે નાણાકીય સહાય રાજ્ય સરકાર પૂરી પાડવાની છે. જે માટે 2018-19ના બજેટમાં રૂપિયા 71.44 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં સંચાલન અને નિભાવનો ખર્ચ, પમ્પિંગ સ્ટેશન અને એસટીપીના કનેકશનના વીજળી બિલ, સફાઈના સાધનો માટે ઈંધણનો ખર્ચ, મરંમત ખર્ચ આપવામાં આવશે. જે એજન્સીએ કામ પૂર્ણ કર્યા બાદ 5 વર્ષ સુધી ચૂકવાશે અને 2011ની વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને માથાદીઠ અપાશે.

પ્રથમ વર્ષે 90 ટકા સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષે 90 ટકા સહાય મળશે અને 10 ટકા નગરપાલિકાનો હિસ્સો રહેશે. ત્યારબાદ ક્રમશ ઘટતી જશે, જેમાં બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા, ચોથા વર્ષે 25 ટકા સહાય મળશે. ખર્ચનો બાકીનો હિસ્સો નગરપાલિકાના ભાગે આવશે.

X
Bhuj - પાલિકાને ભૂગર્ભ ગટર નિભાવણી માટે માથાદીઠ મળશે 290 રૂપિયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App