• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - શ્રાવણ ગયો તોય ગંજીપાના ન છોડ્યા, 3 જુગારી ઝડપાયા

શ્રાવણ ગયો તોય ગંજીપાના ન છોડ્યા, 3 જુગારી ઝડપાયા

ગીતા માર્કેટ પાછળ જાહેરમાં જમાવટ કરીalt146તી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:10 AM
Bhuj - શ્રાવણ ગયો તોય ગંજીપાના ન છોડ્યા, 3 જુગારી ઝડપાયા
શ્રાવણ માસ પુરો થઇ ચુકયો હોવા છતાં જુગારની મોસમ હજુ પુરબહારમાં જ ખીલેલી જોવા મળી રહી છે. રવિવારે ભુજમાં બાવળની ઝાડીમાં ગંજીપાના પાના વડે હારજીતનો જુગાર રમતા 3 શખસોને બી ડિવીઝન પોલીસે પકડી પાડી તેમની વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ગીતા માર્કેટની પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીમાં જુગાર રમતા મામદ હુસેન જુસબ ખારા,વાઘજી પ્રેમજી રાજપુત અને અનવર સુલેમાન થેઈમને પકડી પાડી તેમની પાસેથી 2200ની રોકડ કબ્જે લીધી હતી.

X
Bhuj - શ્રાવણ ગયો તોય ગંજીપાના ન છોડ્યા, 3 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App