તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક ડેન્ટલ ચેકઅપ કરી અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિ:શુલ્ક ડેન્ટલ ચેકઅપ કરી અપાશે

તન્નાડેન્ટલ કેર, હોસ્પિટલ રોડ મધ્યે તા. 6-9-17ના સવારે 10થી1 અને સાંજે 5થી 8 ફ્રી ડેન્ટલ ચેકઅપ, અને મોઢમાંથી આવતી દુર્ગંધની સારવાર નિ:શુલ્ક કરી અપાશે. કૌનબનેગા યુગ નિર્માણી પર ક્વિઝ

ભગવતીદેવીનીપુણ્યતિથીએ તા.6-9ના બુધવારે સાંજે 5.30 વાગ્યે યુગ શક્તિ ગાયત્રીના પાઠકો તથા સર્વેભાઇ બહેનો માટે ગાયત્રી શક્તિપીઠ ભુજ મધ્યે એક ક્વિઝ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ગુલઝારેમુસ્તફા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ

ગુલઝારેમુસ્તફા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા ભીડ બજાર શાળા નં.3ની સામે પથરી, ડાયાબીટીસ,થાઇરોઇટ સહિતના રોગો માટે દર અઠવાડીયાના બે દિવસ તપાસણી કેમ્પ રાખવામાં આવેલ છે. કેમ્પનો સમય 11થી સાંજે 5 સુધી છે.

હજરતમિસ્કિનશા પીરનો ઉર્ષ

હજરતમિસ્કિનશા પીરનો ઉર્ષ મુબારક તા. 6-9ના બુધવારે રાખેલ છે જેમાં 10 કલાકે કુરઆનખ્વાની, સાંજે 6 કલાકે ચાદર પોશી રાત્રે તકરીર તથા ન્યાઝનો પ્રોગ્રામ લેવા પટેલ હોસ્પિટલ પાછળ, આઇટીઆઇ પાસે રાખેલ છે.

સ્વજનદ્વારા ચીઠ્ઠી મુજબ વિનામૂલ્યે દવા અપાશે

સ્વજનદ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરની ચીઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે સોમથી શનીવાર સવારે 10.30થી 1.30 અને સાંજે 5થી 8 હોસ્પિટલ રોડ મધ્યે.

સત્યનારાયણભગવાનની સામુહીક કથા

સત્યનારાયણભગવાનની સામુહીક કથા તા. 5-9ના સાંજે 5 વાગ્યે તથા તા. 6-9ના સવારે 9 વાગ્યે રામધુન પાસે.

મેડીકલઇન્ફોર્મેશન સેન્ટર શરૂ

કવીઓજૈન મહાજન દ્વારા મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સોમથી શનિ 9થી 11 ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત) અને અશોકભાઇ ત્રિવેદી (હોમીયોપેથી), 11થી 1 અને 4:30થી 6:30 ડો. સુમન શાહ (દંતરોગ નિષ્ણાંત), 6થી 7 ડો. સત્યમ ગણાત્રા (આંખ રોગના) નિષ્ણાંત પોતાની સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...