તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દહેજ માટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા પતિ સામે FIR

દહેજ માટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા પતિ સામે FIR

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાપાટવાડી નાકા વિસ્તારની અને હાલ અમરેલીના જાફરાબાદના એક ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ તેના પતિ વિરૂદ્ધ અવારનવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો તેમજ સાસરિયા દ્વારા દહેજ મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની ભુજ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ 27 વર્ષીય પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ તેમજ સાસુ-સસરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

પરિણીતા સાથે ગત 7 મે-2016થી પતિ સાસુ-સસરા અવાર નવાર અત્યાચાર ગુજારી રહ્યાં હોવાનું અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે, તો માનસિક શારીરિક ત્રાસના અનેે પતિ-સાસરિયાઓની મારકૂટથી અગાઉ તેણે પતિને તલાક આપી દીધા હતા.

જોકે, થોડાક સમય બાદ ફરી તે પતિ સાથે રહેવા ગઈ હતી, પરંતુ પતિ તેમજ સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરતા આખરે પરિણીતાએ પોલીસનું શરણુ લીધું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...