તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મીસરિયાડોમાં દબાણ હટાવવા વહીવટી તંત્ર મશીનરી પૂરી પાડે

મીસરિયાડોમાં દબાણ હટાવવા વહીવટી તંત્ર મશીનરી પૂરી પાડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાની મીસરિયાડો ગ્રામ પંચાયતે રવિવારે ચારિયાણ માટેના મેદાન ઉપર થયેલા દબાણો સ્વયંભૂ દૂર કરવા ખાસ સામાન્ય સભા બોલાવી હતી અને સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી દબાણ હટાવવા જિલ્લા વહીવટ તંત્ર મશીનરી પૂરી પાડે એવી માગણી પણ મૂકી હતી.

એક સમયે એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકેની ઓળખ ધરાવતા બન્ની વિસ્તારમાં સ્થાનિક લોકોએ દબાણ કરી અન્ય લોકોને ખેતી માટે જમીન વેચી નાખી હતી, જેથી માલધારીઓના પશુપાલન વ્યવસાય ઉપર વિપરીત અસર થઇ હતી. ધીરે-ધીરે સ્થાનિકોમાં જાગૃતિ આવી હતી અને મીસરિયાડો ગ્રામ પંચાયતમાં દબાણો હટાવી ચારિયાણા માટેની જમીન ખુલ્લી કરી દેવા ફરિયાદો પણ કરી હતી, જેથી રવિવારે ખાસ સામાન્ય સભા બોલાવી સ્વયંભૂ દબાણો દૂર કરવા ઠરાવ કરાયો હતો, પરંતુ વિશાળ પાયે થયેલા દબાણો દૂર કરવા ગ્રામ પંચાયત પાસે મશીનરી હોવાથી સોમવારના કલેક્ટર કચેરીમાં ગ્રામજનો આવ્યા હતા અને દબાણો હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર મશીનરી પૂરી પાડે એવી માગણી મૂકી હતી, જેમાં મામલતદાર અને પોલીસ તંત્રના સહયોગ માટે પણ અનુરોધ કર્યો હતો.

મામલતદાર અને પોલીસ તંત્રના સહયોગની પણ મૂકી માગણી

અન્ય સમાચારો પણ છે...