તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિયાસરના સરપંચે આંગણવાડી વર્કરને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કર્યો!

ચિયાસરના સરપંચે આંગણવાડી વર્કરને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કર્યો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકાના ચિયાસરના સરપંચે આંગણવાડી વર્કરને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરી નાખ્યો હતો. બીજીતરફ સરપંચે તમામ દફતરોનો કબજો લઇ ફરજમાં રૂકાવટ કર્યાની સીડીપીઓને લેખિતમાં ફરિયાદ થયાના હેવાલ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા-નવા ચૂંટાઇને આવેલા રાજકારણીઓ સત્તાની ઉપરવટ જઇ ચિત્ર-વિચિત્ર હરકતો કરી બેસતા હોય છે, જેથી વહીવટી વિભાગની કામગીરીમાં રૂકાવટો આવતી હોય છે. એવો એક કિસ્સો અબડાસા તાલુકાની ચિયાસર ગ્રામ પંચાયતના સરપંચ અને આંગણવાડી વર્કર વચ્ચે થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરપંચ ભરતભાઇ હંસરાજ શાહ 4થી એપ્રિલના આંગણવાડી કેન્દ્રમાં ગયા હતા અને કબાટ ચેક કર્યો હતો. ત્યારબાદ આંગણવાડી વર્કર હંસાબેન મહેશ્વરીની ગેરહાજરીની ફરિયાદ ઉભી કરી હતી. કબાટને તાળાં મારી અગત્યના દફ્તરનો કબજો લઇ લીધો હતો. 5મી જુલાઇના આંગણવાડી વર્કર બહેને સરપંચ પાસેથી ચાવીઓ માગણી હતી, પરંતુ સરપંચ ચાવી આપી નહોતી. મોથાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી બાળકોના વજન વૃદ્ધિ ચેક કરવા આવેલા તબીબી સ્ટાફને પણ સરપંચે જરૂરી રજિસ્ટર આપ્યા હતા. ત્યારબાદ તેમાં નોંધ મૂકી અન્ય બહેનોની સહીઓ લીધી હતી. જે કાર્યવાહી બાદ આંગણવાડી વર્કર બહેન સાથે ઉગ્ર અવાજે માથાકૂટ કરી કહ્યું હતું કે, તને હવે આંગણવાડી કેન્દ્રમાંથી સસ્પેન્ડ કરી દેશું, જે દરમિયાન હાથાપાઇ પણ કરી હતી.

તમામ દફ્તર કબાટમાંથી ગૂમ

આંગણવાડીમાંથીબાલભોગ વિતરણ રજિસ્ટર, બાળકોનું હાજરી રજિસ્ટર, પૂરક આહાર વિતરણ રજિસ્ટર, સુખડી, શિરો, ઉપમા અને પ્રિમિક્સ રજિસ્ટર, વૃદ્ધિ દેખરેખ રજિસ્ટર સહિત ગૂમ થઇ ગયા, જેથી આંગણવાડી વર્કર બહેને મુખ્ય સેવિકા સાથે ટેલિફોનિક વાતચીત બાદ સાદા કાગળ ઉપર નોંધ્યા હતા.

હા,લેખિત ફરિયાદ થઇ છે

મહિલા,બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હા, લેખિત ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કર્યા બાદ હકીકત જાણી શકાય.

દફ્તરોનો કબજો લઇ લીધાની સીડીપીઓને લેખિતમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...