તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર/સંસ્થા સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાં સાયકોથેરાપી નિ:શુલ્ક કેમ્પ

ભુજ: રોટરીકલબ નખત્રાણા નેચર દ્વારા દેવાશીષ હોસ્પિટલ નખત્રાણા ખાતે સાયકોથેરાપી વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરાયું છે. તા.11/6 રવિવારે સવારે થી 12 દરમ્યાન બોલવામાં ખામી, બાળકો તથા વ્યકિતઓની થેરાપી તથા કાઉન્સેલિંગ, આઇકયુ ટેસ્ટ, ડેવલેપમેન્ટ એસેસમેન્ટ વગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે. નિદાન કેમ્પમાં બોલવામાં ખચકાટ,અપૂરતો ભાષા વિકાસ તથા મગજનો અપૂરતો વિકાસ, મગજનો લકવો, બહેરાશ, ઓટીઝમ,ધ્યાનની ખામી,બાળકના વધુ પડતા તોફાન, ભણવામાં ધ્યાન ના આપવું જેવી તકલીફ વગેરેનું નિદાન કરી કરી આપવામાં આવશે. સુવિધા દર મહિનાના બીજા રવિવારે કાયમી ધોરણે ઉપલબ્ધ કરાશે.

થરીમાહેશ્વરી સમાજના હોદેદારો વરાયા

ગાંધીધામતા.03/06 શનીવાર મહેશ નવમીના થરી માહેશ્વરી સમાજની સામાન્ય સભાની બેઠકમાં નવી કારોબારીની રચના કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે હસમુખ વી. કેલા, ઉપપ્રમુખ તરીકે અનિલ એ. મથરાની, સુરેશ આર. બાથર, મંત્રી તરીકે મુરલીધર જગાણી, સહમંત્રી તરીકે ગોવિંદ કેલા, પ્રકાશ મોહતા અને ખજાનચી તરીકે કરસરામ કેલાની વર્ષે 2017-18 અને 2018-19 માટે નિમણું કરવામાં આવી હતી.

મંત્રી

ઉપપ્રમુખ

ઉપપ્રમુખ

પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...