તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરહદી સુરક્ષાને સઘન બનાવવા સરકાર ગંભીર: હંસરાજ આહિર

સરહદી સુરક્ષાને સઘન બનાવવા સરકાર ગંભીર: હંસરાજ આહિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનીસરહદ અતી સંવેદનશીલ છે અને સરહદ વિસ્તારની સુરક્ષાને વધુ સઘન બનાવવા કેન્દ્ર સરકાર ગંભીરતાથી કામ લઇ રહી છે. તેવું ભુજના બીએસએફ હેડ કવાર્ટર ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહરાજયમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું.

તેમના દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમ્‍યાન ભુજના કોડકી રોડ સ્થિત BSF હેડ કવાર્ટરની મુલાકાત લઇ અધિકારીઓ તેમજ જવાનો સાથે સંવાદ કરી સમસ્યાઓ જાણી હતી. અને કચ્છ બોર્ડરની પ્રવર્તમાન સ્થિતી અંગેનો રિવ્યુ પણ લીધો હતો. બેઠકમાં મંત્રી હંસરાજ આહિરે બી.એસ.એફ.ના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સરહદી સુરક્ષા, પડોશી પાક સરહદ પરની સ્થિતિ તથા અધિકારી, જવાનોને મળતી સુવિધાઓ અંગેની જાણકારી મેળવી હતી.બેઠક દરમ્યાન સીમા સુરક્ષા દળના જવાનોએ કોટેશ્વર ક્રીક સહિતની દરિયાઇ સરહદમાં હાલ અપુરતી સ્પીડબોટના લીધે પેટ્રોલીંગ કરવામાં મુશ્કેલી પડી રહી હોવા અંગે તેમને વાકેફ કર્યા હતા. રજુઆતનો મંત્રીએ સાનુકુળ પ્રત્યુતર આપતાં કહ્યું કે સ્થાનિક સ્તરેથી દરખાસ્ત મોકલાશે. તો સરકાર અંગે યોગ્ય નિર્ણય ચોકકસથી લેશે.બેઠકમાં બી.એસ.એફ. કમાન્ડન્ટ અજીત સુદેવન, મુકેશ ચૌહાણ, સંસદીય સચિવ વાસણભાઇ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ઉપસ્થિત રહયા હતા.

કાંટાળી વાડના કામની પણ સમીક્ષા કરી

કેન્દ્રીયગૃહરાજયમંત્રી હંસરાજ આહિરે બેઠક દરમ્યાન કચ્છની બોર્ડર પર ચાલી રહેલી કાંટાળી વાડની કામગીરીની પણ સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કામમાં કોઇ અડચણ આવે તે જોવા અને કોઇ અવરોધ સર્જાય તો સરકારનું ધ્યાન દરોવા જણાવ્યું હતું. હંસરાજ આહિર ધર્મશાળાની મુલાકાતે જનાર હતા પણ છેલ્લી ઘડીએ તેમણે સમયની વ્યસ્તતાના કારણે મુલાકાત રદ કરી હતી.

કૈન્દ્રીય ગૃહરાજયમંત્રીએ ભુજના બીઅેસએફ હેડ કવાર્ટર ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી: સ્પીડબોટની માંગણી સહિતના મુદે આપ્યો હકારાત્મક પ્રત્યુતર

અન્ય સમાચારો પણ છે...