તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં 509 હેકટરમાં વૃક્ષ વાવેતરનું વનતંત્રનું લક્ષ્ય

કચ્છમાં 509 હેકટરમાં વૃક્ષ વાવેતરનું વનતંત્રનું લક્ષ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીચોમાસાની સીઝનને અનુલક્ષીને સામાજિક વનીકરણ વિભાગે કચ્છ જિલ્લામાં આગામી વર્ષ દરમ્યાન 509 હેકટર વિસ્તારમાં વૃક્ષનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. સુચીત લક્ષ્યાંક ગત વર્ષની સરખામણીએ વધુ હોવાનું આંકડાકિય દ્રષ્ટીએ સામે આવી રહ્યું છે.

વનીકરણ વિભાગની કચેરીએથી મળેલ માહિતી અનુસાર સામાજિક વનીકરણ યોજના હેઠળ 456 હેકટરમાં વૃક્ષ વાવેતર કરાશે. જેમાં રોડસાઇડ પ્લાન્ટેશન, ગ્રામવાટિકા ઇરીગેટેડ અને ગ્રામવાટિકા રેઇનફેડ, ફાર્મ ફોરેસ્ટ્રી અને હરિયાળૂં ગામ પ્રોજેકટને સમાવી લેવાયો છે. સૈાથી વધુ 350 હેકટરમાં ફાર્મ ફોરસ્ટ્રીમાં વૃક્ષ વાવેતર કરાશે.

ખાસ અંગભુત યોજના તળે 53 હેકટરમાં વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન બન્ને યોજનાકિય પ્રોજેકટ હેઠળ 5,02,220 રોપાઓનું સામાજિક અને સંસ્થાકિય ધોરણે વિતરણ કરાશે. સૈાથી વધુ 3,50,000 રોપાઓનુ઼ વન વિભાગની નર્સરી મારફત વિતરણ કરવામાં આવનાર છે.

નોંધનિય ગણાય તેવી તુલનાત્મક બાબત સામે આવી છે કે ગયા વર્ષની સરખામણીએ રોડસાઇડ વાવેતરમાં 3 ગણો ઘટાડો લક્ષ્યાંકમાં દેખાઇ આવ્યો છે. પણ વન વિભાગ હસ્તકની નર્સરીમાં રોપા વિતરણ અને પ્લાનટશેન બન્નેમાં બમણાથી વધુનો વધારો નોંધાશે.

ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે સામાજિક વનીકરણ વિભાગે વનીકરણ યોજના અને ખાસ અંગભુત યોજના હેઠળ 470 હેકટરમાં વૃક્ષનું વાવેતર કરાયું હતું. વર્ષે તેમાં 35 હેકટરનો વધારો થયો છે. બીજીબાજુ ગત વર્ષે 653591 રોપા વિતરીત કરાયા હતા.

વર્ષે લક્ષ્યાંકમાં દોઢ લાખ જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે. તમામ વાવેતર ચોમાસાનો એક સારો વરસાદ વરસી જાય તે પછી કરાશે.

અન્ય સમાચારો પણ છે...