તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લઘુતમ પારો ઉંચકાતા કચ્છમાં રાત બની અકળાવનારી

લઘુતમ પારો ઉંચકાતા કચ્છમાં રાત બની અકળાવનારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત્રીનુંલઘુતમ તાપમાન સામાન્યથી 5 ડીગ્રી વધુ નોંધાતાં ગાંધીધામ-કંડલા સંકુલની રાત પણ ટાઢક આપવાના બદલે ઉકળાટભરી જોવા મળી હતી. તો જિલ્લાના તમામ મથકોમાં ખાસ કરીને સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોતાં તીવ્ર બફારાની પણ અનુભુતી થઇ રહી છે.

બુધવારે કંડલાપોર્ટમાં 39.3 કંડલા એરપોર્ટમાં 38.9 ભુજમાં 37.5 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

ગાંધીધામ સંકુલમાં રાત્રીનું લઘુતમ તાપમાન 30 ડિગ્રી જેટલું ઉંચુ રહેતાં રાત્રીના ઠંડકના બદલે ભારે બફારો અનુભવાયો હતો. તો કંડલા પોર્ટ અને એરપોર્ટમાં દિવસભર 25થી 30 કિલોમીટરની ઝડપે દિવસભર લુ ઓકતો ગરમ પવન ફુંકાતા લોકો આકરી ગરમી સાથે ધુળની ડમરીઓથી પણ ભારે પરેશાન થયા હતા. ભુજમાં પણ ગરમ પવન સાથે બફારાનો અનુભવ થયો હતો.

દરમ્યાન રાજયના હવામાન વિભાગે સૈારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રીમોન્સુન એકટીવીટીના ભાગરૂપે વરસાદી ઝાપટાં વરસવાની સંભાવના વ્યકત કરી છે.

જોકે કચ્છમાં આંશિક વાદળછાયો માહોલ રહેવાનીજ શકયતા હવામાન વિભાગ દ્રારા વ્યકત કરવામાં આવી છે. દરમિયાનમાં વહેલી સવારે ઝરમર છાંટાની હાજરીઅે લોકોમાં આશા જગાવી છે.

વાતાવરણીય એંધાણ જોતાં કચ્છમાં પણ જુન માસના અંતિમ સપ્તાહ સુધી મેઘસવારીની પધરામણી થઇ જાય તેવી શકયતાઓ વર્તાઇ રહી છે.

ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય બફારાનો અનુભવ: કંડલામાં પવનની ગતી વધી

અન્ય સમાચારો પણ છે...