તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્ટ ઝેવિયર્સમાં કરંટ સ્ટુડન્ટને પ્રવેશ અપાયાનો આક્ષેપ

સેન્ટ ઝેવિયર્સમાં કરંટ સ્ટુડન્ટને પ્રવેશ અપાયાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં એસએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ 40થી વધુ વિદ્યાર્થીને 11 ધોરણમાં પ્રવેશ આપી શાળા છોડ્યાનો પ્રમાણપત્ર આપી દેવાયાનો વાલીએ આક્ષેપ કર્યો હતો.

વિદ્યાર્થીના વાલી કલ્પનાબેન સતીજાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરે છે અને એસએસસીમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઇ છે. માર્કશીટ લેવા ગયા ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી દેવાયું હતું. તેઓને કોઇપણ જાતની જાણ કર્યા વિના માધ્યમિકમાંથી ઉચ્ચ માધ્યમિકમાં પ્રવેશ આપવાની પ્રક્રીયા પૂરી કરી દેવાઇ હતી, પ્રવેશ પ્રક્રીયામાં મોડા પડ્યાનું જણાવી અમને અમારો પક્ષ રાખવાની તક પણ આપીન હતી. જે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી પાસે રજુઆત કરી હતી, જ્યાં પણ હકારાત્મ વલણ અપનાવાયું હતું. જોકે, પ્રકરણ બાબતે 2 દિવસનો સમય અપાયો છે, જો 2 દિવસમાં ઉકેલ નહી આવે તો લેખિત ફરિયાદ કરશું. તેમના દાવા પ્રમાણે બીજા 40થી વધુ છાત્રો સાથે આવું બન્યું છે.

જેમણે ફોર્મ ભર્યા તેમને પ્રવેશ આપી દેવાયું છે : ફાધર

સેન્ટઝેવિયર્સના ફાધર જોબીએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરવા સહીતની તારીખ અગાઉથી આપી દીધી હતી. જેમણે સમયમર્યાદામાં ફોર્મ ભર્યા છે, બધાને પ્રવેશ આપી દેવાયો છે. કોઇને મનસ્વી રીતે પ્રવેશ અપાયો હોય તેવું કંઇ નથી. બોર્ડના નિયમ પ્રમાણે વિદ્યાર્થીને પ્રવેશ પત્રિકા નિયત સમયમાં પૂર્ણ કરવાની હોય છે. કરી હોય તેને એલ.સી. આપી દીધું છે.

ના,મારી પાસે કોઇએ રજુઆત નથી કરી : ડીઇઓ

જિલ્લાશિક્ષણાધિકારી મધુકાંતભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, મારી પાસે એવી કોઇ રજુઆત કે ફરિયાદ કરવા આવ્યું નથી. મને બાબતે કંઇ ખબર નથી. હું મીટિંગમાં રોકાયેલો હતો અને કચેરીમાં હતો પણ નહી, જેથી મારી પાસે કોઇ આવ્યું હોય અને તેણે રજુઆત કે ફરિયાદ કરી હોય તે સંભવ નથી. છતા કોઇ રજુઆત કરશે અને લેખિત ફરિયાદ આપશે તો આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવશે.

સ્કૂલ, જિલ્લા શિક્ષણાધિકારી અને વાલીના અલગ અલગ દાવા

અન્ય સમાચારો પણ છે...