તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજોડી પાસે પાણીની મુખ્ય લાઇન તૂટી : 3 દિવસથી ચાલે છે મરંમત

ભુજોડી પાસે પાણીની મુખ્ય લાઇન તૂટી : 3 દિવસથી ચાલે છે મરંમત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનેભુજોડીથી પાણી પહોંચાડતી મુખ્ય લાઇન એલએનટી કંપનીના કેબલ પાથરતી વખતે તૂટી ગઇ છે, જેને રિપેર કરવાની છેલ્લા 3 દિવસથી કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.

પ્રાપ્ત વિગતો મુજબ એલએનટી કંપની દ્વારા નેટ કનેકશન માટેના કેબલ પાથરવા માટે કોન્ટ્રાકટ અપાયો હતો, જેના પેટા કોન્ટ્રાકટર દિલીપ જોષીએ અંડર ગ્રાઉન્ડ લાઇન પાથરતી વખતે ભુજોડીથી માધાપર સંપ સુધી આવતી પાણીની મુખ્ય લાઇન માધાપર હાઇવે પાસે 300 મીટર સુધી તોડી નાખી છે અને નગરપાલિકાને જાણ પણ કરી નથી. 3 ટ્યૂબવેલ મારફતે પાણી વિતરણ અટકતા બ્રાન્ચ હેડ મહેશભાઇ પિનારા, એન્જિનિયર હરદેવસિંહ રાણા ઠેરઠેર તપાસ કરી રહ્યા હતા ત્યારે તુલસી હોટલ પાસે પાણીનો ધોધ દેખાયો હતો, જેથી જગ્યાએ ખોદકામ કર્યું હતું, જેમાં થોડા થોડા અંતરે ઠેરઠેર લાઇન તૂટ્યાનું માલૂમ પડ્યું હતું.

એલએનટી કંપનીના કોન્ટ્રાકટર સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોન્ટ્રાકટર ફરાર થઇ ગયો છે, જેથી ભુજ નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. સંભવત ગુરુવારના સવારે પોલીસ ફરિયાદો નોંધવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

લાઇનની મરમંત કરાઇ

એલએનટી કંપનીનો કોન્ટ્રાકટર નાસી જતા પોલીસ ફરીયાદની તજવીજ

અન્ય સમાચારો પણ છે...