તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જનરલ હોસ્પિટલમાંથી દર્દીના 6000 સેરવનારા માતા પુત્ર રંગે હાથે ઝડપાયા

જનરલ હોસ્પિટલમાંથી દર્દીના 6000 સેરવનારા માતા-પુત્ર રંગે હાથે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.કે.જનરલહોસ્પિટલમાં ચોરી ચપાટીના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે અગાઉ પણ ત્રણથી ચાર માસમાં દરમિયાન વાહનોની ચોરીના ઉપરા છપરી બનાવ પોલીસ ચોપડે ચડ્યા હતા ત્યારે હરકતમાં આવેલી પોલીસે બે પીઆઇ સહિતનો સ્ટાફ હોસ્પિટલમાં આવતા જતા લોકોના આઇ કાર્ડ સહિતની સઘન તપાસ હાથ ધરી હતી તો ગત 5 મેના બપોરન સબંધી દર્દને મળવા બે મહિલા એક છોકરા સાથે આવ્યા હતા જેણે અને ર્દદીના ગજવામાંથી 6 હજારની રોકડ સેરવી ફરાર થઇ ગયા હતા પરંતુ આરોપીઓ સીસીટીવીમાં કંડેરાઇ હતા જે ફરી બુધવારે હોસ્પિટલમાં દેખાતાં મેનેજમેન્ટને કરાતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

5 મેના ગેઈમ્સ, જી.કે. જનરલ હોસ્પિટલમાં સર્જરી ઓ.પી.ડી. દરમ્યાન એક દર્દીના ખિસ્સામાંથી રૂ. ૬,૦૦૦/- રોકડ ચોરી થયાની ઘટના ઘટી હતી. કોડારા ખાતે રહેતા અસલમ હસન કોઠારાથી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા તેમના મળવા માટે બે મહિલા અને સગીર છોકરો આવ્યા હતા. અસલમ હસમના પાસે રહેલી રોકડની ચોરી થતા તેણે તરત ગેઈમ્સ હોસ્પિટલની સિક્યુરિટીને જાણ કરી હતી. હોસ્પિટલના સિક્યુરિટીએ CCTV કેમરા તપાસતા તેમા બે મહિલા અને એક બાળકઆ ચોરીમાં સંડોવાયેલા હોવાનું જણાઇ આવ્યું હતું જે બાબતની જાણ સિક્યુરિટીએ ગેઈમ્સ હોસ્પિટલના વહીવટી વડા બ્રિગેડીયર ડી.કે. બડોલાને કરી અને ત્રણ જણ પર નજર રાખવામાં આવી હતી. મંગળવારે ત્રણ જણ નજરમાં આવ્યાં હતાં. ચોરી કરનાર મહિલા અનીતાબેન સંજય પટ્ણી, ભુજ તાલુકાના કુકમા રહેતી હોવાનું જાણવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ અટકાયતી પગલા લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે પીઆઇ વી કે ખાંડે જણાવ્યું હતું કે મહિલાઓ સામે ગુનો નોંધ્યો છે પરંતુ જે ર્દદિના રૂપિયા હતા તેમને પરત મળી ગયા છે.

ઉઠાવગીરને જબ્બે કરનાર સિક્યુરીટી સ્ટાફનું થશે સન્માન

ચોરીકરવાના કેસમાં સીસીટીવી પર કંડેરાઇ ગયેલી મહિલાઓને પકડી પાડવામાં નજર રાખનાર સિક્યુરિટી સ્ટાફનું યોગ્ય પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...