• Gujarati News
  • National
  • 3.8 અને 3.3ની તિવ્રતાના કંપનથી વાગડ ફોલ્ટ ધ્રુજયો

3.8 અને 3.3ની તિવ્રતાના કંપનથી વાગડ ફોલ્ટ ધ્રુજયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદના સતાવાર આગમનની રાહ જોતાં કચ્છમાં ભુસ્તરિય સળવળાટ પણ અસ્ખલીત રીતે જારી રહ્યો હોય તેમ ગુરૂવારની મધરાતથી લઇ શુક્રવાર સવાર સુધીના સમયમાં 3.8 અને 3.3ની તિવ્રતાના કંપનથી વાગડ ફોલ્ટ ધ્રુજી ઉઠતાં લોકોમાં ક્ષણીક સમય માટે ગભરાટ ફેલાઇ ગયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી મળેલી વિગત અનુસાર શુક્રવારે સવારે 10-46 કલાકે રિકટર સ્કેલ પર 3.8ની તિવ્રતા ધરાવતું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકીત થયું હતું. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ઉતર પૂર્વ દિશાએ 8 કિલોમિટર દુર નોંધાયું હતું. ઓછી ઉંડાઇએ અનુભવાયેલ કંપનની અસર પણ સારી એવી વર્તાઇ હતી. તો ગુરૂ-શુક્રની ભાંગતી રાતે 2.38 વાગ્યે દુધઇ નજીક 3.3ની તિવ્રતા ધરાવતું અન્ય એક હળવું કંપન અનુભવાયું હતું. આ ઉપરાંત દુધઇ નજીક જ 1.6ની તિવ્રતાનું સુક્ષ્મ કંપન નોંધાયું હતુ઼. ઉલ્લેખનિય છે કે 2001ના વિનાશકારી ભુ઼કંપ બાદ વાગડ ફોલ્ટ 17 વર્ષ પછી પણ સક્રિય અવસ્થામાં રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...