• Gujarati News
  • National
  • રમત | જુનીયર ઓપેન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

રમત | જુનીયર ઓપેન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. 13 થી 15 જુલાઈના જુનીઅર ઓપેન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન આદિપુર ખાતે કે.ડી.ટી.ટી.એના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અન્ડર 10, અન્ડર 12, અન્ડર 14 અને અન્ડર 16 બોયસ એન્ડ ગર્લ્સ સિંગલ્સ કેટેગરીમાં યોજાશે. જેમાં કચ્છના વિવિધ સ્થળોમાંથી 70થી વધુ ખેલાડીઓ કુલ 100થી વધારે કેટેગરીમાં ભાગ લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે.ડી.ટી.ટી.એ. ખાતે થોડા સમય પહેલા જ ઉચ્ચ કક્ષાના માપદંડો મુજબ ત્રણ સિન્થેટીક લોન ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પર આ સ્પર્ધા રમનાર છે તેવું કે.ડી.ટી.ટી.એના માનદ મંત્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...