• Gujarati News
  • National
  • અંજારમાં છ જુગારીને કેદ અને 2 2 હજારનો દંડ ફટકારાયો

અંજારમાં છ જુગારીને કેદ અને 2-2 હજારનો દંડ ફટકારાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | નાગલપર ગામની વાડીમાં જુગારધામ પર ઓગષ્ટ-2013 માં પુર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડી જુગારધામના સંચાલક સહિત છ ખેલીઓને 2,28,000 રોકડા તેમજ મોબાઇલ અને કાર સહિત રૂ.16,66,100 ના મુદ્દામાલ સાથે પકડી અંજાર પોલીસને સોંપ્યા બાદ મદદનીશ સરકારી વકીલ ભરત આર. બારોટની દલીલોને ધ્યાને લઈ અંજારના એડિશનલ સેકન્ડ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ અર્જુનસિંઘે સંચાલક દિનેશ કરશનદાસ ચાંદ્રાને કસૂરવાર ઠેરવી ત્રણ માસની સાદી કેદ તેમજ રૂ.2,000 નો દંડ અને બાકીના પાંચ ખેલીઓ નરશી ખીમજી ગજરા, દામજી મનજી ગજરા, ઠાકરશી પ્રેમજી ગજરા, વિશ્રામ કરમશી નંદા તથા અરજણ બુધિયા ભદ્રાને જુગારધારાની કલમ 5 હેઠળ દરેકને બે-બે માસની સાદી કેદ અને બે-બે હજાર રૂપિયાનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...