• Gujarati News
  • National
  • ભુજમાં પ્રેમી સાથે ફરાર પત્નીએ પુત્રીનું પણ અપહરણ કરતાં પોલીસને ધા

ભુજમાં પ્રેમી સાથે ફરાર પત્નીએ પુત્રીનું પણ અપહરણ કરતાં પોલીસને ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | જુની રાવલવાડીમાં રહેતા યુવકની પત્નિ અન્ય યુવક સાથે પ્રેમ સબંધ બાંધી પતિને મુકી નાશી ગયા બાદ તેની પુત્રીનું પણ મંગળવારે અપહરણ કરી જતાં એ ડિવિઝનમાં લેખીત ફરીયાદ કરાઇ છે. જુની રાવલવાડીમાં રહેતા ગુસાઇ રીતેશગર જેરામગરએ તેની પત્નિના અન્ય સાથે આડા સબંધ હોઇ તેની પત્નિ બે માસ અગાઉ પ્રેમિ સાથે પલાયન થઇ ગઇ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં રજુઆત કરાઇ હતી. દરમિયાન પતિ સાથે રહેતી નવ વર્ષની દિકરી જુની રાવલવાડીમાં ગત 10 જુલાઇના સાયકલ ચલાવતી હતી ત્યારે રીતેશગરની પત્નિએ તેમની પુત્રીનું અપહરણ કરી ગઇ હોવાની લેખિત રજુઆત પોલીસને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...