• Gujarati News
  • National
  • કોર્ટના હુકમનું પાલન ન કરનાર આરોપીને 340 દિવસની કેદ

કોર્ટના હુકમનું પાલન ન કરનાર આરોપીને 340 દિવસની કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની ફેમેલી કોર્ટમાં ચાલી ગયેલા ભરણપોષના કેસમાં કોર્ટના આદેશનો અનાદર કરી છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા દુધઇના શખ્સને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતાં આરોપી 340 દિવસની સાદી કેદ ફટકારાઈ છે. દુધઇ રહેતો અને કડીયા કામ કરતો હશન અલીમામદ કુંભાર તેની પત્નિ સાથે ફેમેલી કોર્ટમાં ચાલેલા કેસમાં અદાલતે હશનને તેની પત્નિને ભરણપોષણ માટે દર માસે 2 હજારનો હુકમ કર્યો હતો. જેને આરોપી હશન જાણી બુજીને ઇન્કાર કરી નાસ્તો ફરતો હતો. દરમિયાન આરોપી વિરૂધ વોરંટ બજાવવા સ્થાનિક પોલીસને કોર્ટ અવાર નવાર જણાવ્યા છતાં આરોપી યુન કેન પ્રકારે પોલીસ પકડથી દુર રહયો હતો. આખરે અદાલતે પશ્ચિક કચ્છ પોલીસને આરોપી સામે વોરંટ બજાવવા જણાવતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ એસ ભરાડાની સુચના અને અેલસીબી પીઆઇ જે.એમ આલના માર્ગ દર્શન હડેઠ એલસીબીના સ્ટાફે આરોપી સામે વોરંટ બજાવી બુધવારે આરોપીને અંજારના ચાંદરાણી ગામેથી પકડી પાડી કોર્ટમાં રજુ કરતાં આરોપીએ જુદા જુદા ભરણપોષણના ચાર હુકમ પેટે 1,08,000ની ચડત રકમ ન ભરવા બદલ આરોપીને 340 દિવસની સાદી કેદની સજા ફટકારી અને પાલારા જેલમાં ધકેલી દેવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...