• Gujarati News
  • National
  • ટ્રેનમાં કચ્છી દંપતીનો વિશ્વાસ જીત્યો, ઘરે જઇને લાખના ઘરેણા ધૂતી ગયો

ટ્રેનમાં કચ્છી દંપતીનો વિશ્વાસ જીત્યો, ઘરે જઇને લાખના ઘરેણા ધૂતી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસાફરી દરમિયાન અજાણ્યા લોકોનો વિશ્વાસ ન કરવા રેલવે પ્રશાસન દ્વારા સુચના અપાતી હોવા છતાં ગઠિયાઓ યેનેકન પ્રકારે પોતાનો મનસૂબો પાર પાડી લેતા હોય છે. આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મુંબઇથી કચ્છ આવતા વરિષ્ઠ દંપતીનો વિશ્વાસ જીતનારા એક મોટી ઉમરના ધૂતારાએ છ માસ સુધી ઘરોબો કેળવીને આ દંપતીના અંધેરી સ્થિત નિવાસ સ્થાને મહિલાની એકલતાનો લાભ ઉઠાવી એક લાખના ઘરેણા લૂંટી લીધા હતા.

ગત જાન્યુઆરી માસમાં કચ્છ એક્સપ્રેસમાં માદરે વતન કચ્છ આવી રહેલા વરિષ્ઠ છેડા દંપતીને એક સિનિયર સિટિઝનનો ભેટો થયો હતો. મોટી ઉમરના આ ભાઇએ પોતાનું નામ મહેન્દ્ર હોવાનું તેમજ તેનું વતન બિદડા હોવાનું કહ્યું હતું. આ શખ્સે ટ્રેનમાં વાત વાતમાં છેડા દંપતી મુંબઇમાં ક્યાં રહે છે અને પરિવારમાં કોણ કોણ છે તેની વિગતો શિફત પૂર્વક મેળવી લીધીહતી.

આ દંપતીના પુત્ર હિતેન છેડાના જણાવ્યા મુજબ તેમના માતા-પિતા કચ્છના વતને પહોંચ્યા બાદ મહેન્દ્ર આ ઘરે પણ પહોંચી ગયો હતો અને દેરાસરે દર્શન કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ જૂન માસમાં આ શખ્સ અંધેરીના નિવાસ સ્થાને પણ પહોંચી આવ્યો હતો ત્યારે પણ દેરાસરમાં દર્શને આવ્યો હોવાનું કહીને વિશ્વાસ સંપાદિત કર્યો હતો. તાજેતરમાં 6 જુલાઇના મહેન્દ્ર ફરી અંધેરીના નિવાસ સ્થાને આવ્યો હતો ત્યારે તેમના માતા એકલા હતા. ઘરના સભ્યો ક્યાં ગયા છે તેની વિગતો વાત વાતમાં મેળવીને મહેન્દ્રએ તેની પુત્ર વધૂ માટે સોનાની બંગડી બનાવવી છે તેની ડિઝાઇન માટે મમ્મીએ પહેરેલી બંગડી માગીને કહ્યું હતું કે, નજીકના કુંદન જ્વેલર્સમાં આ ડિઝાઇન બતાવીને હમણાજ બંગડી પરત આપી જાઉં છું. આ ગઠિયાની વાતોમાં ભોળવાયેલાં હિતેનના માતાએ બંગડીઓ આપી દીધી હતી. કલાકો વીત્યા છતાં મહેન્દ્ર પાછો ન આવતાં હિતેનના માતા કુંદન જ્વેલર્સમાં તપાસ કરવા ગયાં ત્યારે મહેન્દ્ર નામની કોઇ વ્યક્તિ ત્યાં ગઇ જ ન હોવાનું જાણવા મળ્યું હતું. આમ એક લાખ રૂપિયાની સોનાની ચાર બંગડી છેતરી જવાઇ હોવાનું જણાતાં આ મહિલા ભાંગી પડ્યાં હતા. આ છેતરપીંડી અંગે છેડા દંપતીએ અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...