• Gujarati News
  • National
  • ભુજમાં રવિવારે યોજાશે ચેસ હરીફાઇ

ભુજમાં રવિવારે યોજાશે ચેસ હરીફાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી સમયમાં યોજાનારા ખેલ મહાકુંભની પૂર્વ તૈયારી રૂપે ભુજમાં સિટી ચેસ ક્લબ દ્વારા તા.15/07ના બપોરે 1.30 કલાકે 17 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે ચેસ હરીફાઈ સ્વિસ પદ્ધતિ મુજબ યોજાશે.

અન્ડર 13 અને અન્ડર 9 ના એક એક બેસ્ટ બોય પ્લેયર ની સાથે કુલ 5 ટ્રોફી આપવામાં આવશે.આ હરીફાઇ માં 1/1/2001 બાદ જન્મેલા બાળકો ભાગ લઈ શકશે. ચેસ સેટ અને ચેસ કલોક અથવા એનડ્રોઇડ મોબાઈલ સ્પર્ધકોએ લાવવાના રહેશે. વધુ વિગત માટે મો. નં. 99789 85800 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સીટી ચેસ ક્લબ દ્વારા થોડા થોડા સમયે ચેસ હરીફાઇનું આયોજન કરાય છે જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...