• Gujarati News
  • National
  • ભુજમાં માલિકની નજર સામે બાઇક ઊઠાવીને ભાગ્યો, લોકોઅે પકડીને ઝાડ સાથે બાંધી દીધો

ભુજમાં માલિકની નજર સામે બાઇક ઊઠાવીને ભાગ્યો, લોકોઅે પકડીને ઝાડ સાથે બાંધી દીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હંગામી બસ સ્ટેશનમાં ગુરૂવારે બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં મોટર સાયકલની ચોરીની ઘટના પ્રકાસમાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. બસ સ્ટેશનના ગેટ પર આવેલી દુકાનના માલિકની નજર સમક્ષ તસ્કર બાઇકને ડાયરેક્ટ કરી નાશી છુટ્યો હતો. બાઇક માલિક સહિત લોકોએ ચોરનો પીછો કરી ઝડપી પાડી ઝાડ સાથે બાંધી પોલીસને હવાલે કર્યો હતો.

બસ સ્ટેશનના મોઢા પર આવેલી જનતા ડબલ રોટી નામની દુકાનના માલિક બપોરે પોતાની દુકાને આવ્યા ત્યારે એક ગઠીયો તેમની દુકાન પાસે પડેલી લોક કરેલી મોટર સાયકલને ડારેકટ કરીને હંકારી જતો હતો, દરમિયાન મોટર સાયકલના માલિકે રાડા રાડ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કર બાઇક લઇને નાશી છુટ્યો હતો. લોકોએ પીછો કરી ગાયત્રી મંદિર સામેની કોલોનીમાંથી તેને આંતરીને પકડી લીધો હતો અને એસટી બસ સ્ટેશન પાસે લઇ આવી અને સામેના બગીચાના એક ઝાડ સાથે બાંધી એલસીબીના નરેન્દ્રભાઇ યાદવને જાણ કરતાં નરેન્દ્રભાઇએ આવી આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મોટર સાયકલ કોઇ ચીનુભાઇની હોવાનું અને તસ્કરી કરનારો જખૌ ગામનો કોલી યુવક હોવાનું બહાર આવ્યું છે. જોકે મોડે સુધી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ન હોવાથી વધુ વિગત જાણી શકાઇ નથી.

નવા બનેલા બસ સ્ટેશનમાંથી થોડા દિવસોના અંતરે બાઇક ચોરીની ત્રીજી ઘટના બની
તાજેતરમાં ચાર દિવસ પહેલા બસ સ્ટેશન પાસે આવેલી મઢુલી પાસેથી પણ બાઇકની ચોરીની ધટના બની હતી તેમજ 15થી 20 દિવસ પૂર્વે નવા બસ સ્ટેશનની અંદર પાર્સલ રૂપ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરીનો બનાવ બન્યો હતો ત્યા ફરિ મોટર સાયકલની ઉઠાતરી કરવાની ઘટના ગુરૂવારે બની હતી આમ આ જગ્યાએ ત્રણ ત્રણ બાઇક ચોરીના બનાવ બનતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

સ્ટેશનમાં પોલીસ ચોકીની માંગ છે પણ તંત્ર કરે છે આંખ આડા કાન
હંગામી બસ સ્ટેશન બન્યુ ત્યારે અહિં લુખા તત્વોની અવર જવર વધી જતાં અા વિસ્તારમાં રહેતા લોકોમાં બસ સ્ટેશનમાં પોલીસ ચોકી બનાવવા માટે માંગ કરી હતી. પરંતુ યેન કેન પ્રકારે બસ સ્ટેશનમાં પોલીસ ચોકી બની નથી એકલ દોકલ ટ્રાફિક પોલીસ મેન તૈનાત કરાયા છે, તેમ છતાં આ બસ સ્ટેશનમાં ચોરીના બનાવો ઉપરા છપરી બને છે ત્યારે રહેવાસીઓમાં ચિંતા ઉભી થઇ છે. જબાદબારોએ બનાવોની ગંભીરતા લઇ પોલીસ ચોકી બનાવે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...