• Gujarati News
  • National
  • તા. પં. ખર્ચપત્રક મોકલતા શિક્ષકોના પગાર 15મીના થાય છે

તા. પં. ખર્ચપત્રક મોકલતા શિક્ષકોના પગાર 15મીના થાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનીતાલુકા પંચાયતોમાંથી શિક્ષકોના પગારપત્રક બન્યા બાદ તરત ખર્ચપત્રક જિલ્લા પંચાયતમાં મોકલાતું હોવાથી શિક્ષકોના પગાર 15મી તારીખ સુધી થતા નથી, માર્ચ મહિનામાં પગાર છેક 18મી તારીખે થાય તેવા સંજોગો સર્જાયા છે, જેથી શિક્ષકોમાં નારાજગી ફેલાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા

...અનુસંધાનપાનાનં.6





પંચાયતોમાંશિક્ષકોના પગારપત્રક બનતા હોય છે, જે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવે છે, દરેક તાલુકા પંચાયતોમાંથી પગારપત્રક આવી જાય ત્યારબાદ રાજ્ય સ્તરે મોકલવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પગારપત્રક બની ગયા બાદ આવતા મહિને પગાર સહિતની રકમ ચૂકવવાનું ખર્ચપત્રક મૂકવાનું હોય છે, જેથી આવતા મહિનાની ગ્રાન્ટ વેળાસર આવી જાય અને 1લી તારીખ સુધીમાં પગારની ચૂકવણી થઇ જાય, પરંતુ તાલુકા પંચાયતો દ્વારા ખર્ચપત્રક છેક મહિનાના અંતે મૂકવામાં આવે છે, જેથી રાજ્યસ્તરેથી 10મી તારીખ સુધી ગ્રાન્ટ આવતી નથી. જેના કારણે શિક્ષકોના પગાર અટકી જાય છે. ખર્ચપત્રક પણ પગારપત્રક ઉપરથી બનાવવાનું હોય છે. આમ છતાં તાલુકા પંચાયત દ્વારા શા માટે પગારપત્રક બન્યા બાદ તરત ખર્ચપત્રક મોકલવાની તસ્દી નથી લેવાતી તે સમજાય તેવી બાબત છે.

માર્ચમાં છેક 10મી તારીખે ગ્રાન્ટ આવી છે અને વચ્ચે 3 રજા આવી રહી છે, જેથી ત્યારબાદની વિધિમાં 3 દિવસ બીજા નીકળી જશે. જેના કારણે પગાર છેક 16થી 18મી તારીખ સુધી થાય તેવી શક્યતા છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ડીડીઓ પાસે કરી રજૂઆત

રાષ્ટ્રીયશૈક્ષિક મહાસંઘ કચ્છ એકમના અધ્યક્ષ ખેતશી ગજરા, મહામંત્રી દીક્ષિત મોતા અને સંગઠન મંત્રી રમેશ ગાગલે જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ ઉપરાંત સંબંધિત અધિકારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસનો પગાર 10મી માર્ચ સુધી થયો નથી, જેથી શિક્ષકોના આર્થિક વ્યવહાર અટકી ગયા છે.

પગારપત્રક બન્યા બાદ હિસાબ મોકલી શકે, તંત્રની આળસ ઉડતી નથી

માર્ચ મહિનામાં પગાર છેક 18મી તારીખે થાય તેવા સંજોગ સર્જાયા

અન્ય સમાચારો પણ છે...