• Gujarati News
  • National
  • થરાદની ખોડા ચેકપોસ્ટે ભુજ ACBનું સર્ચ ઓપરેશન

થરાદની ખોડા ચેકપોસ્ટે ભુજ ACBનું સર્ચ ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનીખોડા ચેકપોસ્ટે શુક્રવારે ભુજ એસબીની ટીમ દ્વારા બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, ચકાસણીના અંતે કાંઇ વાંધાજનક નહીં મળ્યું હોવાનું એસીબી પીઆઇએ જણાવ્યું હતું. આરટીઓ ચેકપોસ્ટ પર એસીબીની રેડને લઇ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

થરાદની ખોડા સ્થિત આરટીઓ ચેકપોસ્ટ કચેરીએ શુક્રવારની બપોરે એસીબી બોર્ડર એકમ ફિલ્ડ ભુજ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ભુજ એકમના મદદનીશ નિયામક જે. ડી. જાડેજા

...અનુસંધાનપાનાનં.6



(ડીવાયએસપી)અને પીઆઇ બી. એસ. સુથાર સહિત સ્ટાફે રેડ પાડી હતી. જેમાં મોડી સાંજ સુધી અધિકારી તથા કર્મચારીઓના મોબાઇલ કબજે લઇ કાંટા અને રજીસ્ટરોની ચકાસણી હાથ ધરી હતી. અંગે પીઆઇ સુથારે જણાવ્યું કે, સર્ચ ઓપરેશનમાં રૂટીન કહી શકાય તેવી કામગીરીના આધારે ચેકપોસ્ટના રજીસ્ટર અને તેમણે બનાવેલા કેશમેમા પ્રમાણે રોકડની ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પણ કાંઇ વાંધાજનક મળ્યું હતું. જોકે, તપાસ કામગીરી મોડા સુધી ચાલી હતી. બનાવથી બનાસકાંઠા સહિત રાજ્યની આરટીઓ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.









અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ ટ્રેપ કરાઇ હતી

બનાસકાંઠાનીઅમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ 18 દિવસ અગાઉ અમદાવાદ એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવાયું હતું. જોકે, ફરજ પરના અધિકારીએ ટ્રેપ માટે તૈયાર કરાયેલી ટ્રકના ચાલકને મેમો આવતાં ટ્રેપ નિષ્ફળ ગઇ હતી.

શુક્રવારની બપોરથી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઇ પણ વાંધાજનક કંઇ મળ્યું

અન્ય સમાચારો પણ છે...