• Gujarati News
  • National
  • એસ.ટી. નિવૃત્ત કર્મચારી પેન્શનર સમિતિ,ભુજ

એસ.ટી. નિવૃત્ત કર્મચારી પેન્શનર સમિતિ,ભુજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી. નિવૃત્ત કર્મચારી પેન્શનર સમિતિ,ભુજ

1995ઈ.પી.એફ.પેન્શન યોજનામાં જોડાયેલા તમામ બોર્ડ તથા નિગથમના પેન્શનરો કે જેની 33 વર્ષની નોકરી ઉપરાંત 2 વર્ષના બોનસની રકમનું એરીયર્સ જમા થયેલું હોય તેઓએ સમિતિના સુરેશ ચૌહાણ 9925624539,પ્રદિપ ભટ્ટ 8320262433 અને રસીક રાઠોડ 9880812783નો સંપર્ક કરી પેન્શનમાં થયેલા વધારા તેમજ એરીયર્સની રકમનો આંક જણાવવો જેથી પી.એફ. કમીશ્નરને આંક જણાવી શકાય. તેમજ જેઓને વધારો મળેલ હોય તેઓએ રૂબરૂ ફોર્મ ભરી દિન-5માં મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.

વાંઢાયમાંસમૂહલગ્ન સમિતિની સભા 11/3ના યોજાશે

ઉમિયામાતા ઈશ્વર રામજી ટ્રસ્ટ પ્રેરીત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહ લગ્ન આયોજન સમિતિની આગામી અખાત્રીજના યોજાનારા સમૂહ લગ્નોત્સવ અંગે ચર્ચા કરવા અંગે ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે તા.11/3 સવારે 9 કલાકે એક બેઠક યોજાશે. 28/4ના યોજાનારા લગ્નોત્સવમાં અત્યાર સુધી 75 યુગલોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આગામી 12/3 સુધી નોંધાનારા દાતાઓનું નામ પત્રીકામાં સમાવવામાં આવશે. લગ્નોત્સવમાં ભારતના કોઈ પણ વિસ્તારમાંથી જ્ઞાતિજન જોડાઈ શકે છે. સમૂકહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છુક યુગલોએ તેમજ દાન આપવા દાતાઓએ હોદ્દેદારોનો સંપર્ક કરવો. તેમજ વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય 02832-276232નો સંપર્ક કરવા રમેશભાઈ પોકારની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...