• Gujarati News
  • National
  • લાખોંદમાં યોજાયેલી પાટીદાર વોલીબોલ ટુર્ના.માં જબલપુરની ટીમ બની ચેમ્પિયન

લાખોંદમાં યોજાયેલી પાટીદાર વોલીબોલ ટુર્ના.માં જબલપુરની ટીમ બની ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના લાખોંદ મધ્યે તાજેતરમાં યોજાયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં 24 ટીમો વચ્ચેના મુકાબલામાં અંતે જબલપુરની ટીમ વિજેતા થઈ હતી. પાટીદાર મિત્ર મંડળ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં જિલ્લાના 24 ગામની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે ક્રિકેટ જ્યારે સ્પોર્ટસનું માધ્યમ ગણાય છે, ત્યારે વોલીબોલને મહત્ત્વ આપવાનું આયોજન ઉપસ્થિતોએ સરાહનીય ગણાવ્યું હતું. કાર્યક્રમમાં જિ.પં. અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ ન.પા. સભ્ય અશોક પટેલ, કુકમા સરપંચ કંકુબેન વણકર, અગ્રણી જયંત માધાપરિયા, ATDO શૈલેશ રાઠોડ, આહિર સમાજના દેવજી આહિર અને લાખોદ સરપંચ કરસન બરાડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મિત્રમંડળ વતી પ્રમુખ રવિ ભગત સહિતનાઓએ આયોજન સાંભળ્યું હતું. સંચાલન ડો. રમેશ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...