• Gujarati News
  • National
  • ભુજના ટાઉનહોલનું ભાડું વધારે : કાલે સંસ્થાઓની બેઠક

ભુજના ટાઉનહોલનું ભાડું વધારે : કાલે સંસ્થાઓની બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ભુજ

તાજેતરમાંરિનોવેશન પામેલા શહેરના ટાઉનહોલનું ભાડું વધારે રખાયું હોવાનું સૂર ઉભો થઇ રહ્યો છે. કલા સાથે સંકળાયેલી સંસ્થાઓ કે શિક્ષણ સંસ્થાઓ અને અન્ય ચેરિટી ટ્રસ્ટ માટેનું ભાડું પણ વધારે હોવાના આક્રોશ સાથે રવિવારે ભુજમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

નવી સુવિધાઓ સાથે નવીનીકરણ પામેલા ટાઉનહોલનું ભાડું શહેરી વિસ્તારના ધ્યાને લઇને વધારે હોવાની નારાજગી ઉભી થઇ છે. રૂપિયા 35 હજાર ભાડા ઉપરાંત લાઈટ યુનિટ, સર્વિસ ચાર્જ સહિત અંદાજે રૂા. 45 હજાર કુલ ખર્ચ ભાડે રાખનારાને આવી રહ્યો છે. રૂપિયા 50 હજાર ડિપોઝિટ ચૂકવવાની થાય છે અને તેમાંથી મોટાભાગની રકમ ભાડા અને ચાર્જ પેટે કપાઇ જાય છે. રંગમંચના કલાકારોની સંસ્થાઓ કે ચેરિટી ટ્રસ્ટ માટે વિશેષ જોગવાઇ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક કલા સંસ્થાઓ કે જેઓ શહેરમાંથી કે જિલ્લામાંથી ઉભરતી પ્રતિભાઓ સાથે કલામંચન મોંઘું પડવાના કારણે ટાઉનહોલનો કોઇ અર્થ સરતો હોવાની આંતરિક ચર્ચાઓ ઉભી થઇ છે. આવા કારણોને ધ્યાને લઇને તમામ જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, રજિસ્ટર્ડ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કલાકારો અને કલારસિક નગરજનોની એક ખાસ મીટિંગ તા. 12મીએ રવિવારે સવારે 11 વાગ્યે દશનામ ગોસ્વામી વાડીમાં યોજાશે, સપ્તરંગ, સાંનિધ્ય સહિતની સંસ્થાના કલાકારોએ બેઠકમાં હાજર રહેવા હાકલ કરી છે. અહી રણનીતી નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...