• Gujarati News
  • National
  • ફરી ભુજના વાણિયાવાડમાં ટ્રાફિકને અડચણરૂપ લારીવાળાઓને દૂર કરાયા

ફરી ભુજના વાણિયાવાડમાં ટ્રાફિકને અડચણરૂપ લારીવાળાઓને દૂર કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાવાણિયાવાડ-બસ સ્ટેશનથી રાજન શોરૂમ સુધીના માર્ગ પર ઘણા સમયથી રોડ રોકી ટ્રાફિકને અવરોધ કરી આડેધડ ઉભી રાખાતી રેંકડીઓ તથા વાહનો પર શુક્રવારે પોલીસ કાફલાએ ત્રાટકીને ધોંસ બોલાવી જગ્યા ખાલી કરાવી હતી, જેમાં 5 રેંકડીવાળા વિરૂદ્ધ કેસ નોંધ્યા હતા, જ્યારે 12 જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના બસ સ્ટેશન, વાણિયાવાડ, રાજન શોરૂમ સુધીના વિસ્તારોમાં ગત માસે દબાણ દૂર કર્યા બાદ ફરી રેંકડી અને વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો, જૈસે થેની સ્થિતિમાં આવી જતા તમામ દબાણકારોને ખસેડવા માટે જિલ્લા ટ્રાફિક પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી, જેમાં લારીધારકોને ખસેડવામાં આવ્યા હતા. ટ્રાફિક અડચણરૂપ 5 રેંકડી કબજે તેમના ધંધાર્થીઓ સામે ગુનો નોંધાયો હતો, તો વિસ્તારમાં આડેધડ ઉભા રહેતા 12 વાહનચાલકના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. દબાણકારોનો કાયમી ઇલાજ કરાય લોકોમાંથી માંગ ઉઠી છે.

મહિલા અને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી

5 રેંકડીધારક સામે ગુનો નોંધાયો, 12 વાહન ડિટેઇન કરાયાં

અન્ય સમાચારો પણ છે...