• Gujarati News
  • National
  • ભુજ પાલિકા વેરા વસૂલાતમાં ગત વર્ષનો આંક પાર નહીં કરે

ભુજ પાલિકા વેરા વસૂલાતમાં ગત વર્ષનો આંક પાર નહીં કરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકાએ ગત વર્ષે 10.75 કરોડ રૂપિયાની વિક્રમી વેરા વસૂલાત કરી હતી, પરંતુ ચાલુ સાલે હજુ સુધી 8.75 કરોડ આવ્યા છે, જેથી ગત વર્ષનો આંક પાર કરે તેવી શક્યતા નથી.

શહેરમાં 45 હજાર મિલકતધારકો છે, જે બધા પાસે વેરા વસૂલાત થાય, તો સુધરાઇને 15 કરોડ રૂપિયા હાથમાં આવે તેમ છે, પરંતુ ગત વર્ષને બાદ કરતા મોટા ભાગે અડધી વસૂલાત પણ માંડ-માંડ થઇ છે.

ગત વર્ષે વિક્રમી 10.75 કરોડ રૂપિયા વસૂલ્યા હતા, પરંતુ ચાલુ સાલે ગત વર્ષ કરતા એકાદ કરોડ ઓછા આવે તેવું ચિત્ર ઉપસ્યું છે. નોટબંધીને કારણે ફેબ્રુઆરી માસમાં 8.5 કરોડ રૂપિયા જેવી તગડી વસૂલાત થઇ ગઇ, પરંતુ ત્યારબાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી, જેથી પાણી જોડાણ કાપવાનો ભય બતાવી નગરજનો પાસેથી રકમ કઢાવવાના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું છે.

બીજી બાજુ ટેક્સ સમિતિના ચેરપર્સન પણ લોકો દ્વારા ચૂંટાયેલા નગરસેવકને બદલે સત્તાધિકારીના અંદાજમાં રહેતા હોવાથી કોઇ નક્કર આયોજન પણ નથી કરી શક્યા. તેમણે મૂળ કામગીરીને બદલે કાર્યક્રમોના સંચાલનમાં રસ-રૂચિ દાખવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...