• Gujarati News
  • National
  • દહિંસરાના સ્વામિ. મંદિરમાંથી વાસણોની ચોરીથી ચકચાર

દહિંસરાના સ્વામિ. મંદિરમાંથી વાસણોની ચોરીથી ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહિંસરા ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરમાંથી ગત રવિવારે ત્રાંબાના વાસણો બારોબાર સગેવગે કરવાના ષડયંત્ર ટ્રસ્ટીઓના હાથે ઝડપાઇ જતાં હોબાળો મચી ગયો હતો. કેટલીક મહિલાઓએ વાસણ વાડાસરના મંદિરના હોવાનું બહાનું આપ્યું પરંતુ બન્ને મંદિરના ટ્રસ્ટીઓ મળતાં સમગ્ર ભાંડો ફુટી ગયો.

માહિતગાર સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારે બનેલા આ બનાવમાં દહિંસરા સ્વામીનારાયણ મંદિરમાંથી ત્રાંબાના વાસણોના 21 કોથળા ભરીને એક ટેમ્પામાં રવાના કરાઇ રહયા હતા. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓને જાણ થઇ જતાં મંદિરના ટ્રસ્ટીઓએ મહિલાને આ બાબતે પુચ્છતા તેમણે આ વાસણ વાડાસર સ્વામીનારાયણ મંદિરના હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ટ્રસ્ટીઓએ વાડાસરની મહિલાઓને બોલાવતાં તેમણે આ વાસણો અમારા છે તેવું કહ્યું હતું પરંતુ ટ્રસ્ટીઓને શંકા જતાં વાડાસર મંદિરના ટ્રસ્ટીઓને બોલાવી પુચ્છતાં તેમણે આ વાસણો અમે આપ્યા નથી કે અમારા નથી તેવું જણાવતાં લોચો બહાર આવ્યો હતો.

વાસણ ક્યાં પગ કરી ગયા?
સુત્રોના જણાવ્યા પ્રમાણે વાસણની આ ઘટના પકડાયા બાદ પણ 21 વાસણોના કોથળામાંથી 14 કોથળા માધાપર તરફ પગ કરી ગયા હોવાનું તેમજ અન્ય દહિંસરા સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલા એક મકાનમાં કોઇ ભગતના ઘરે પહોંચી ગયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...