• Gujarati News
  • National
  • અંજાર ડેપોમાં STની હાયહાય બોલાવાઇ

અંજાર ડેપોમાં STની હાયહાય બોલાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બસ મોડી પડતાં છાત્રોને શિક્ષકો ઠપકો આપે છે

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
અંજારના એસટી ડેપો પર છાત્રો દ્વારા અગાઉ એસટી બસનો સમય સવારે 6.45 કરીને છાત્રોને બસની સુવિધા પુરી પાડવામાં આવે. જેથી શાળા- કોલેજમાં જતા છાત્રો સમયસર પહોંચી શકે. પરંતુ વિદ્યાર્થીઓની આ લાગણી પર એસટીના તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં આજે છાત્રોએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એસટી બસ ડેપો પર એસટી હાય-હાયના નારાની સાથે રામધૂન બોલાવી હતી.

સતાપરના વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરી બસનો સમય સવારે 6.45 કરવા માટે માગણી કરવામાં આવી હતી. ડીવી સ્કૂલ, સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલ તથા કોલેજના છાત્રો દ્વારા દીનેશભાઇ માતા સાથે એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન પછી આખરે એસટી તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે, સોમવાર સુધી વહેલી બસ કરી દેવામાં આવશે. બસ મોડી પડતાં વિદ્યાર્થીઓને લેક્ચર નીકળી જતા અને શિક્ષકોનો ઠપકો ખાવાની સાથે સજા ભોગવવાનો સમય આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ આ ફરિયાદ પછી એસટીએ ધ્યાન ન આપતાં છાત્રોએ આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં એસટી બસની સમયસરની સુવિધા ન હોવાથી પાસ ધારકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને મુશ્કેલી પડી રહી છે.

છાત્રોએ એસટી ડેપો માથે લઇ રામધૂન બોલાવી
અન્ય સમાચારો પણ છે...