તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉમાં રઘુવંશી સમાજ દ્વારા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ભચાઉમાં રઘુવંશી સમાજ દ્વારા ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ લોહાણા મહાજનના યુવક મંડળ દ્વારા સ્વ.રાજેન્દ્રકુમાર ઠકકર સ્મૃતિ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રી દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભચાઉ-દુધઈ-રાપર અને ગાંધીધામની ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં જલાબાપા ઇલેવન ગાંધીધામનો દુધઈ ઇલેવન સામે વિજય થયો હતો. લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ ઠક્કરે ફાઇનલ મેચમાં ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ ઈશ્વરભાઈ એ. પુજારા, ઉપપ્રમુખો,હર્ષદભાઈ ઠકકર,અંબાલાલ ચંદે, મંત્રી અશ્વિનભાઈ અનમ,મહાજન ના દિનેશભાઇ રાજદે, મુખ્યદાતા, જ્યેન્દ્રભાઈ ઠક્કર તેમજ પરેશ ચંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા યુવક મંડળ ચિંતન ઠકકર, અભય હાલાણી, નિકુંજ રાચ્છ સહિતના હોદ્દેદારો-કાર્યકરોએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...