તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોટડા (ખાવડા)માં પંચાયત ઘરના ગેરકાયદે નિર્માણનો આક્ષેપ

કોટડા (ખાવડા)માં પંચાયત ઘરના ગેરકાયદે નિર્માણનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના કોટડા (ખાવડા)માં સરપંચ દ્વારા સત્તાનો દુરૂપયોગ કરીને પોતાના પુત્રની જમીન પર પંચાયત ઘરના નિર્માણ માટે તજવીજ કરાઇ રહી છે તેવા આક્ષેપ સાથે મુખ્યમંત્રી સહિતની કક્ષાએ કરાયેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય કરાય તેવી માગ કરાઇ છે.

લોકોને અગવડ પડે તે રીતે અને વહીવટમાં પણ મુશ્કેલીઓ પેદા થાય તેમ સરપંચ નિયામતબાઇ ગફુર સમા અને તેના પુત્ર ઉપસરપંચ અલ્લારખ્યા સમા દ્વારા સત્તાનો દુરૂપયોગ કરીને પંચાયતનું મકાન બનાવાઇ રહ્યું છે.

સરપંચના અન્ય પુત્ર ઇમા ઇશા ગફુરની ખેતીની જમીન પર પંચાયત ઘર બાંધવાની તજવીજ થઇ રહી છે. જો પંચાયતનું મકાન અંગત હિત માટે બનાવાશે તો તેનો ગેરઉપયોગ થવાની સંભાવના છે. આ ઉપરાંત અંગત રસ્તા સાથે તેના નિર્માણની પેરવી થઇ રહી છે જે ભવિષ્યમાં મુશ્કેલી પેદા કરશે તેવી રજૂઆત મુકિમ સમા, ગની શકુર સમા, પંચાયત સદસ્ય હાસમ સમા સહિતનના રહીશોએ કરતાં પંચાયત ઘરનું નિર્માણ સરકારી જમીન પર કરાય તેવી માગ કરી છે.

કોમ્યૂનિટી હોલનું કામ સ્થગિત કરવા આદેશ
ગામના ઉનડવાસમાં પાંચ લાખના ખર્ચે કોમ્યૂનિટી હોલ મંજૂર કરાયા બાદ સરપંચ દ્વારા આ હોલનું કામ અન્ય જગ્યાએ એટલે કે, જુસાણીવાસમાં શરૂ કરાવાતા આ અંગે વાંધો લઇને ગ્રામ પંચાયતના સભ્ય હાંસબાઇ ગનીએ વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ બદલીને શરૂ કરાયેલું બાંધકામ તાત્કાલિક સ્થગિત કરવા સરપંચને આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...