તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj માનકુવામાં પીધેલી હાલતમા વાહન ચાલક પકડાયો

માનકુવામાં પીધેલી હાલતમા વાહન ચાલક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ-માનકુવા હાઇવે પર શરાબના નશામાં બાઇક પર જઇ રહેલા ચાલકને માનકુવા પોલીસે એમવી એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધી અટક કરી હતી.આ બાબતે પીએસઓ મોહનસીંહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભુજ માનકુવા હાઇવે પર પટેલ આઇસ કેન્ડી પાસે બપોરે દોઢ વાગ્યાના આરસામાં શરાબના નશાની હાલતમાં જીજે-12-સીએફ-2041 ન઼બરની બાઇક પર જઇ રહેલા દીનેશ વેલજી સીજુને માનકુવાના નવીનકુમાર જોશીએ એમવી એક્ટની 185 કલમ મુજબ અટક કરી ગુનો નોંધ્યો છે. હાલ જ્યારે નવરાત્રીના દિવસોમાં આ રોડ પર પદયાત્રોઓનો પ્રવાહ ચાલુ છે ત્યારે નશાયુક્ત હાલતમાં વાહન ચાલકો અકસ્માતનું કારણ બની શકે છે ત્યારે પોલીસ આ દીશામાં કડક વલણ અખત્યાર કરે તો આ દુષણ ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...