• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - બાળકોને ‘જરા હટકે’ સ્ટાઇલથી ભણાવવા ભુજના નિવૃત શિક્ષકનો અનોખો યજ્ઞ

બાળકોને ‘જરા હટકે’ સ્ટાઇલથી ભણાવવા ભુજના નિવૃત શિક્ષકનો અનોખો યજ્ઞ

અત્યાર સુધી 300 શાળામાં જઇ છાત્રોને જ્ઞાન સાથે કરાવી છે ગમ્મત જ્ઞાનનો લાભ મહતમ બાળકોને આપવા 5 વર્ષ વહેલી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bhuj - બાળકોને ‘જરા હટકે’ સ્ટાઇલથી ભણાવવા ભુજના નિવૃત શિક્ષકનો અનોખો યજ્ઞ
સરકાર ભાર વગરના ભણતર માટે મોટી મોટી વાતો કરી કાગળ પર સરકારી યોજના તો બનાવે છે પણ વાસ્તવમાં તો આ કલ્પના સાકાર થતી નથી. ત્યારે ભુજના એક નિવૃત શિક્ષકે પોતાના જ્ઞાનનો લાભ મહતમ બાળકો સુધી પહોંચે તે માટે અેક અનોખા સેવાયજ્ઞના મંડાણ કરી પોતાનું સમગ્ર જિવન આ કામ માટે સુપ્રત કરી દીધું છે.

સામાન્ય રીતે બાળકો એક જ બીંબાઢાળ રીતે તેમને કરાવાતા અભ્યાસથી કંટાળી જતા હોય છે. ત્યારે ભુજમાં રહેતા અને વડવારા ગામે 32 વર્ષ સુધી મુખ્ય શિક્ષક તરીકે ફરજ નિભાવી વહેલી નિવૃતી લેનાર મદન ઠકકરે બાળકોને જરા હટકે સ્ટાઇલથી શિક્ષણ આપવા માટે એક અનોખો યજ્ઞ આદર્યો છે.

2 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી આ ઝુંબેશ અંતર્ગત તેમણે અત્યાર સુધી અલગ અલગ 300 શાળાઓમાં જઇ બાળકોને નવા કોન્સેપ્ટથી કઇ રીતે ભણાવવું તેની મહત્વની ટિપ્સ આપી છે.

મદન ઠકકર કહે છે સુરજબારીથી લઇ કોટેશ્વર સુધીની જે પણ શાળામાં થી તેમને નોતરું મળે ત્યાં પોતાના સ્વખર્ચે પહોંચી 2થી અઢી કલાક સુધી નવીનતમ પધ્ધતિથી શિક્ષણ આપી આત્મ સંતોષ અનુભવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

3 થીમ પર કરાયું છે ધ્યાન કેન્દ્રિત

આ અભિયાન અંતર્ગત મદન ઠકકરે અભિનય ગીત, વાર્તા અને રમત ગમતની 3 થી મારફત બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસાય છે. આ અભિયાનનો મુખ્ય આશય શાળાઓની પ્રાર્થના સભાને સમૃધ્ધ કરવાનો છે. રમત ગમત એટલેકે પ્લેકાર્ડ મારફત વિવિધ ગેમ રમાડી બાળકોના મગજને સચેત કરવાનીય આહલેખ જગાવી છે.

50થી વધુ બાળગીત કંઠસ્થ છે

ભુજના આ નિવૃત શિક્ષકને 50થી વધુ બાળગીત કંઠસ્થ છે. તેઓ જે જે શાળામાં જાય ત્યાં ઓછામાં ઓછા 7થી 8 અભિનય ગીત ગાવા સાથે ઘડિયાગાનમાં ય વિવિધતા લાવી છાત્રોની ભણવામાં રૂચી વધે તેમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ જે શાળામાં જાય ત્યાં બાળોપનિષદ નામનું પુસ્તક પણ ભેટમાં આપે છે.

X
Bhuj - બાળકોને ‘જરા હટકે’ સ્ટાઇલથી ભણાવવા ભુજના નિવૃત શિક્ષકનો અનોખો યજ્ઞ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App