તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj જિલ્લાકક્ષાની રોલર સ્કેટિંગ સ્પર્ધામાં 167 ખેલાડીએ ઝૂકાવ્યું

જિલ્લાકક્ષાની રોલર સ્કેટિંગ સ્પર્ધામાં 167 ખેલાડીએ ઝૂકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત યોજાતા ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાની રોલર સ્કેટિંગ સ્પર્ધાના વિવિધ વિભાગોમાં 167 ખેલાડીએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

વર્માનગરની શ્યામજી કૃષ્ણવર્મા વિદ્યાલય ખાતે યોજાયેલી અન્ડર-14, અન્ડર-17 અને એબોવ-17 ભાઇઓ-બહેનોના વિભાગની સ્પર્ધામાં જિલ્લાના ગાંધીધામ, માંડવી, અંજાર, ભચાઉ, આદિપુર, નખત્રાણા, ભુજ તેમજ વર્માનગરની વિવિધ શાળાઓમાંથી ખેલાડીઓ ઉમટ્યા હતા. અન્ડર-14માં 109 તથા અન્ડર-17 અને એબોવ-17માં કુલ 58 જણાએ પ્રતિભા દેખાડી હતી.

પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનારા ખેલાડીઓને પ્રમાણપત્ર અપાયાં હતાં. નિર્ણાયકો તરીકે એચ.યુ. ત્રિવેદી, આર.એલ. દેસાઇ, કે.વી. દેસાઇ, પી.બી. પ્રજાપતિ, એસ.કે. ચૌહાણ, એસ.એસ. ભગોરાએ સેવા આપી હતી. કાર્યક્રમમાં જીએસઇસીએલ-કેએલટીપીએસ પાનધ્રોના એડિશનલ ચીફ ઇજનેર પરમારભાઇ, પીઓ સિંધાભાઇ, શાળાના આચાર્ય એસ.જે. મહેતા, પી.ટી. પઢેરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં જીએસઇસીએલ-કેએલટીપીએસ રિક્રિએશન ક્લબના સદસ્યો તેમજ શાળાના શિક્ષકગણ સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...