Home » Kutchh » Bhuj » Bhuj - ભુજમાં પર્યાવરણ બચાવ સાથે જ્ઞાતિ સંગઠનનો સંદેશો અપાયો

ભુજમાં પર્યાવરણ બચાવ સાથે જ્ઞાતિ સંગઠનનો સંદેશો અપાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

Bhuj News - ગણેશ મહોત્સવ નિમિત્તે કચ્છી પરજિયા પટ્ટણી સોની સમાજે નવો રાહ ચિંધ્યો

 • Bhuj - ભુજમાં પર્યાવરણ બચાવ સાથે જ્ઞાતિ સંગઠનનો સંદેશો અપાયો

  સમગ્ર દેશમાં જ્યારે ગણેશોત્સવની ધૂમ મચી છે અને સૌ કોઇ પોતાના વ્યક્તિગત કે મંડળ મુજબ ‘બાપ્પા’ની સ્થાપના કરી ભક્તિપૂજન કરી રહ્યા છે તેવામાં કચ્છી પરજિયા પટ્ટણી સોની સમાજના ભુજ-માધાપરના 117 પરિવારે માટીના ગણેશની સ્થાપના સાથે જ્ઞાતિ સંગઠનનો એક નવતર સંદેશ આપ્યો છે.

  જ્ઞાતિની માલિની, દેવાંશી, બિજલ, મિતા, સોનાલી, હિતાંશી, ઇશિતા, સંજના, આસ્થા, ખુશ્બુ, જાહ્નવી સહિતની બહેનોના ગ્રૂપે માટીમાંથી જાતે જ બનાવેલા ગણેશજીનું ત્રણ દિવસ સુધી સ્થાપન કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તેમના હોમ-હવન કર્યાં હતાં. પ્રથમ દિવસે યુવક મંડળના પ્રમુખ નિખિલ સોનીએ પૂજાવિધિની સમજ આપી હતી. બીજા દિવસે બાળકોએ નાટિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંતિમ દિવસે 108 ગણેશશ્લોકો સાથે હવન, મહાઆરતી અને પાણીના ટબમાં સ્થાનિકે જ વિસર્જન કરાયું હતું.

  વિસર્જિત ગજાનનના માટીવાળાં અભિમંત્રિત જળને તમામ જ્ઞાતિજનોને પ્રસાદ સ્વરૂપે આપી દેવાયું હતું જેથી ફૂલ-છોડને અર્પી શકાય. આયોજનમાં હિરેનભાઇ, નિકુલભાઇ, ભદ્રિકભાઇ, ભાવિનભાઇ, પૂનિતભાઇ સહિતના સહભાગી બન્યા હતા.

  ‘અમને ભાસ્કરની ઝૂંબેશથી પ્રોત્સાહન મળ્યું’

  યુવક મંડળના પ્રમુખના જણાવ્યા મુજબ દેશમાં હાલે પાણીની ભયંકર તંગી છે અને પર્યાવરણ બચાવો ઝૂંબેશ પૂરજોશમાં ચાલુ છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ચલાવેલાં અભિયાન ‘મિટ્ટી કે ગણેશ’ દ્વારા અમને લોકોને આ કાર્યની પ્રેરણા મળી.

  વ્યક્તિગત અને મંડળો દ્વારા સ્થાપિત કરાતા ગણેશજીને બદલે સમગ્ર જ્ઞાતિ - સમાજ દ્વારા એક જ જગ્યાએ ગણેશજીનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરવાનો સોની જ્ઞાતિનો આ નવતર અભિગમ પ્રેરણાદાયી છે. તસવીર : કાંતિ ઠક્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ