• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - કુકમા ગ્રામપંચાયતની સભ્ય સહિત 10 મહિલા જુગાર રમતી ઝડપાઈ

કુકમા ગ્રામપંચાયતની સભ્ય સહિત 10 મહિલા જુગાર રમતી ઝડપાઈ

શ્રાવણ માસ પુરો થયાને અઠવાડિયું પુરું થવા આવ્યું હોવા છતાં જુગારના પડ તો જામેલાજ પડયા હોય તેમ ભુજ તાલુકાના કુકમા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bhuj - કુકમા ગ્રામપંચાયતની સભ્ય સહિત 10 મહિલા જુગાર રમતી ઝડપાઈ
શ્રાવણ માસ પુરો થયાને અઠવાડિયું પુરું થવા આવ્યું હોવા છતાં જુગારના પડ તો જામેલાજ પડયા હોય તેમ ભુજ તાલુકાના કુકમા ગામે જાહેરમાં જુગાર રમતી 10 મહિલાને પધ્ધર પોલીસે પકડી પાડતાં સમગ્ર ગામમાં આ મુદો ચર્ચાની ચકડોળે ચડયો હતો.

કુકમા ગામના સાર્વજનીક બગીચાની પાછળના ભાગે જાહેરમાં તીનપતીનો જુગાર રમતી કુકમા ગ્રા.પંની સભ્ય અને ભાજપની કાર્યકર અર્ચના જગદીશ પરમાર તેમજ હંસા રાજેશ આહિર, પારૂલ જયંતિ આહિર, શોભના રમેશ પરમાર, જાની હીરા આહીર, સવીતા આંબાલાલ આહિર, લખીબેન કરશન આહિર, ચંપા રામજી આહિર, શારદા બાલકૃષ્ણ પોમલ અને જયશ્રી પ્રાણલાલ ટાંકને પધ્ધર પોલીસે પકડી પાડી તેમની પાસેથી 4320ની રોકડ કબ્જે લીધી હતી.

પકડાયેલ જુગારીઓ વિરુધ્ધ જુગારધારાની કલમ હેઠળ તળે ગુનો નોંધી પોલીસે તપાસને આગળ ધપાવી છે. હજુ આગામી સમયમાં જુગારીઓ સામે આવી જ ધોંસ બોલાવતી કાર્યવાહી કરાતી રહે તેવી લોકોને આશા છે.

X
Bhuj - કુકમા ગ્રામપંચાયતની સભ્ય સહિત 10 મહિલા જુગાર રમતી ઝડપાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App